<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

જૂનાગઢ નોબલ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સ યોજાઇ

યુએસ, યુકે, ઓસ્‍ટ્રેલિયા, નાઈજીરીયા, એથન્‍સ(ગ્રીસ), અફઘાનિસ્‍તાનની યુનિવર્સિટીનાં સંશોધકો જોડાયા

 

જુનાગઢ, તા.૩: નોબલ યુનિવર્સિટીમાં આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સનું આયોજન થયુ. આ કોન્‍ફરન્‍સમાં ભારત સહિત યુ.એસ, યુ.કે, ઓસ્‍ટ્રેલિયા, નાઇજીરીયા, એથન્‍સ (ગ્રીસ), અને અફઘાનિસ્‍તાન જેવા વિવિધ દેશોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી કુલ ૪૨૪ સંશોધન પત્રો રજુ થયા. મેનેજમેન્‍ટ, કોમર્સ, એન્‍જિનિયરિંગ, સાયન્‍સ, આયુર્વેદ, હોમિયોપેથી, લાઈબ્રેરી સાયન્‍સ, ફાર્મસી, એજ્‍યુકેશન, એનિમલ હસબન્‍ડરી, હ્યુમનિટીઝ, ર્નસિંગ અને કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન જેવા વિવિધ વિષયો પર સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્‍યા. આ રિસર્ચ પેપર્સ સ્‍કોપસ, વેબ ઓફ સાયન્‍સ, અને UGC-કેર માન્‍ય જર્નલ્‍સમાં પ્રકાશિત કરવામાં આવ્‍યા હતા.

નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર કરવામાં આવેલા રિસર્ચ માટે પોસ્‍ટર પ્રેઝન્‍ટેશનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કોન્‍ફરન્‍સ દરમિયાન વિવિધ વિષય નિષ્‍ણાતો દ્વારા એક્‍સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે રિસર્ચ કરી રહેલા પ્રાધ્‍યાપકો અને વિદ્યાર્થીઓ માટે અત્‍યંત ઉપયોગી સાબિત બન્‍યું. આ ઉપરાંત સંશોધકો માટે તેમણે પ્રસ્‍તુત કરેલ રીસર્ચ વર્ક માટે લાઈવ પ્રેઝન્‍ટેશન અને શ્રેષ્ઠ પેપર એવાર્ડ્‍સ પણ એનાયત કરવામાં આવ્‍યા. અહી શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ શિક્ષણવિદો, શાળા-કોલેજના અધ્‍યાપકો તેમજ સંશોધકો એ હાજરી આપી હતી. આ ઉપરાંત પાર્થ પોલી યુવાન પ્રાઈવેટ લિમિટેડ, લેબસોલ સાઈન્‍ટીફિક કો, કેનેરા બેન્‍ક, જૂનાગઢ, વોટ યુ વોન્‍ટ, મોરબી આ કોન્‍ફરન્‍સના મુખ્‍ય પ્રાયોજક હતા. આ કોન્‍ફરન્‍સ માં મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત વિદ્યાપીઠ ના પૂર્વ કુલપતિ ડો. અનામીક શાહ કોન્‍ફરન્‍સ પ્રમુખ તરીકે, નોર્થ વેસ્‍ટ યુનિવર્સિટી, સાઉથ આફ્રિકાથી ડો. અંકિત કાટરોડિયા, કેનેડાથી આઈટી સ્‍પેશિયાલિસ્‍ટ  રજત કનેરિયા, કાનન ઈન્‍ટરનેશનલ, વડોદરા ના ડાયરેક્‍ટર  અનિલ ગોયલ, ડો. અભિષેક કુમાર, INFLIBNET (ગાંધીનગર) તેમજ નોબલ યુનિ ના પ્રમુખ  નીલેશ ધૂલેશિયા, ઉપપ્રમુખ  ગિરીશ કોટેયા, મેનેજિંગ ટ્રસ્‍ટી વી.પી. ત્રિવેદી, કો મેનેજિંગ ટ્રસ્‍ટી કે, ડી. પંડ્‍યા, કુલપતિ એચ. એન. ખેર હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સંબોધ્‍યો હતો. તેમ રજિસ્‍ટ્રાર અને ડીન ડો. જય તલાટી એ જણાવ્‍યું હતું.

(1:45 PM IST)