<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

જેતપુરના દેસાઈ વાડી વિસ્‍તારના બંધ મકાનમાંથી અલ્‍પેશભાઈ ભટ્ટની લાશ મળી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૩: જેતપુરમાં દેસાઈ વાડી વિસ્‍તારમાં મકાનમાંથી વિપ્ર યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર શહેરના તેજાકામા પ્‍લોટ, દેસાઈ વાડી વિસ્‍તારમાં બંધ મકાનમાંથી તીવ્ર વાસ આવતા હોય, તેની જાણ શહેર પોલીસને કરાતા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી મકાન ખોલી અંદર તપાસતા યુવાનનો કોહવાયેલ મૃતદેહ મળી આવેલ.. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ કે આ મૃતદેહ અલ્‍પેશભાઈનો છે. જે એકલવાયુ જીવન જીવે છે. તેનું મોત બે દિવસ પહેલા થયેલ હોવાનું અનુમાન લગાવાયું છે. તેના મોતનું કારણ જાણવા ફોરેન્‍સીક પી.એમ. માટે મોકલેલ છે.

(2:32 PM IST)