<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

જેતપુરના સાડી ઉદ્યોગમાં કોઈ સિન્‍થેટીક ડાયઝ કે કેમિકલ વપરાતુ નથીઃ જયંતીભાઈ રામોલિયા

જેતપુરના સાડી ઉદ્યોગનો વેસ્‍ટ હોટલ દરિયામાં ઠાલવવા બનાવેલ યોજના અંગે સ્‍પષ્ટીકરણ આપતા ડાઇંગ એસો પ્રમુખ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૩: શહેરના સાડી પ્રિન્‍ટિંગ ઉદ્યોગ ને વિકસાવવા તેમાંથી નીકળતા પાણીની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા સરકાર દ્વારા વેસ્‍ટ વોટર ટ્રીટ કરી દરિયામાં ઠાલવવા ની યોજના અંગે માહિતી આપતા ડાઇંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ જણાવેલ કે,  જેતપુર માત્ર કોટન પ્રિન્‍ટ એટલે કે નેચરલ યાર્ન ઉપરથી બનતા કાપડનું પ્રિન્‍ટિંગ કામ કરે છે જેથી આમાં કોઈ સિન્‍થેટીક ડાયઝ કે કેમીકલ વપરાતું નથી. જેતપુરનો ઉદ્યોગ નાના સ્‍કેલનો ઉદ્યોગ છે. ગળહ ઉદ્યોગ જેવો ઉદ્યોગ છે જે રોજગારી ઉપલબ્‍ધ કરતો ઉદ્યોગ છે જેની પ્રિન્‍ટિંગ ક્ષમતા ખુબ જ નાના પ્રમાણમાં છે.

જેતપુરના પાણીમાં સીઓડી કે બીઓડીનું પ્રમાણ નહિવત હોય છે. માત્ર TDS નો જ પ્રશ્‍ન હોય છે જે આફ્‌ટર ટ્રીટમેન્‍ટ માત્ર ૪૦૦૦ થી ૫૦૦૦ TDS હોય છે. અને દરીયાના TDS ૫૦,૦૦૦ હોય છે. આ પાણી એટલે પાશેરામાં પૂણી બરાબર ગણાય. કારણકે પળથ્‍વીનું ૭૦% ક્ષેત્રફળ દરીયાનું છે જેમાં ચાર પાંચ કરોડ લીટર પાણી એ ખુબ જ નહિવત પ્રમાણમાં કહેવાય.

બીજું કે, અમો નાના ઉધોગકારો છીએ. અમો નિષ્ઠાવાન, પ્રમાણીક અને ધર્મપ્રીય ઉદ્યોગકારો છીએ. અમે કોઈને નુકશાન થાય કે કુદરતી સંપદાને કે કોઈ જીવને મારીને  અમારો ઉદ્યોગ કરવા માંગતા નથી. છેલ્લા ૭૫ વર્ષથી જેતપુરમાં ઉદ્યોગ ચાલે છે આ પાણીથી કોઈ વ્‍યક્‍તિ કે જનાવરને કયારેય કોઈ નુકશાન થયુ હોય એવો કોઈ દાખલો નથી. જેવા કે સ્‍ક્રીન ડીસીસ કે કેન્‍સર કે માછલા મર્યા હોય આવી કોઈ ઘટના જેતપુરમાં બનતી નથી.

ગુજરાત સરકાર કે ભારત સરકાર કે પોલ્‍યુશન વિભાગ બધી બાબતોને સમજીને યોજના બનાવેલ છે. માત્ર જેતપુરને પ્રોટેકટ કરવા પોલ્‍યુશન બોર્ડ કે ગુજરાત સરકારને કોઈ જ ફાયદો ન હોય. જો આ પાણીથી નુકશાન થતું હોય કે પર્યાવરણ કે કુદરતી સંપદા બગડતી હોય તો સરકાર કે પોલ્‍યુશન બોર્ડ કે કોર્ટ એક દીવસ આ ઉદ્યોગને ચાલવા ન દયે. જેતપુરનું પાણી કોઈ જ કદડો નથી. આ ગેરસમજમાંથી બહાર નીકળવું જોઈએ.

ગુજરાત સરકાર અને પોલ્‍યુશન બોર્ડ જનહિતને ધ્‍યાનમાં રાખી આયોજન બનાવેલ છે તેથી પાછળ અનેક પ્રકારના વિચાર વિમર્શ કરીને આ કાર્ય હાથ ધરેલ છે જેમાં પુરી રીતે વિચારણા બાદ આયોજન અમલમાં આવેલ છે. માટે  દરીયાકાંઠા વિસ્‍તારની જનતા યોજનાને  સમજી સહકાર આપવા વિનંતી કરી  છે અને કોઈનુ અહીત નહી થાય એવી  ખાત્રી આપી છે.

(1:50 PM IST)