<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

વિસાવદર પોલીસ તંત્ર દ્વારા નગરજનોને ‘‘સાવધાન રહો, સુરક્ષિત રહો''નો સંદેશ : હંમેશા સતર્ક રહેવા લોકોને તાકીદ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨: વિસાવદર પોલીસ તંત્ર દ્વારા નગરજનોને ‘‘સાવધાન રહો, સુરક્ષિત રહો''ના સંદેશ સાથે હંમેશા સતર્ક રહેવા લોકોને જણાવાયુ છે. પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે કે, સહપરીવાર સાથે બહાર જતી વખતે સાવચેતી રાખો. વિસાવદર શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારની જાહેર જનતાને વિસાવદર પોલીસ ત દ્વારા વિવિધ સુચનો કરાયા છે. (૧) સહ પરીવાર સાથે બહાર જવાનુ થાય ત્‍યારે મુખ્‍ય દરવાજા પર ઇન્‍ટર લોક કરવાનો આગ્રહ રાખો તેમજ બહારથી દેખાય તે રીતે તાળુ ન મારવુ. (૨) ઘરની બહારના દરવાજે તાળુ દેખાય તે રીતે ન મારવુ કારણ કે ચોરીના બનાવો બે-ચાર દિવસની રેકી બાદ જ થતા હોય છે. (૩) બહાર જતા સમયે આપના દર-દાગીના કિંમતી ચીવસ્‍તુઓ/રોકડ પૈસા જે જગ્‍યાએ રાખેલ હોય તે જગ્‍યાના રૂમ લોક રાખવા અથવા જરૂરી સાવચેતી રાખવી. (૪) બહાર જતા સમયે આપના ઘરની આજુબાજુમાં કોઈ શંકમંદ વ્‍યક્‍તિ હોય તે વ્‍યક્‍તિનું આઇડીપ્રુફ (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ વિગેરે) માંગવું અને તમારા ફોનમાં તે વ્‍યક્‍તિનો ફોટો પાડી લેવો અને તે અંગે તાત્‍કાલીક પોલીસનું ધ્‍યાન દોરવું. (૫) બહાર જતા સમયે ફેસબુક, ઇંસ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડીયા ઉપર બહાર જવા અંગેની ટ્રીપ વિશે કોઇ માહીતી શેર કરવી નહી. (૬) સીસીટીવી કેમેરાનું કવરેજ તમામ અગત્‍યની જગ્‍યાએ હોય તેમજ સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં રહે તેનું ધ્‍યાન રાખવું. (૭) સહ પરીવાર સાથે બહાર જવાનુ થાય ત્‍યારે આપના વાહનો સુવ્‍યવસ્‍થીત પાર્ક કરશો અને પાર્ક કરેલ વાહનમાં હેન્‍ડલ લોક તથા થેપ્‍ટ આલાર્મ સીસ્‍ટમ ઇન્‍સટોલ કરવાનો આગ્રહ રાખવો. જરૂર જણાયે સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નં.૧૯૩૦, મહિલા હેલ્‍પલાઈન નં.૧૮૧, પોલીસ હેલ્‍પલાઇન નં.૧૦૦, ચાઇલ્‍ડ હેલ્‍પલાઇન નં.૧૦૯૮

(1:51 PM IST)