News of Friday, 3rd January 2025
જુનાગઢના હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળાના જીવનયાત્રા પર તૈયાર થયેલ ફિલ્મનું શ્રી રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં લોકાર્પણ

જુનાગઢ : એક એવા હાસ્ય કલાકાર કે જેઓનું નામ દેશ-વિદેશમાં પ્રચલિત છે એવા શ્રી જીતુભાઈ દ્વારકાવાળાની જીવનયાત્રા પર એક સુંદર ફિલ્માંકનનું દસ્તાવેજીકરણ થયેલ છે જેનું તાજેતરમાં માંગલ્ય પાર્ટીપ્લોટ ખાતે વિશ્વવંદનીય ભાગવતાચાર્ય પુજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સાધુ-સંતો, કથાકારો, કલાકારો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જીતુભાઈનાં પરમ મિત્ર અને જાણીતા લોકગાયક રાજુભાઈ ભટ્ટને વિચાર આવ્યો કે જીતુભાઈની ૪૫ વર્ષની હાસ્યક્ષેત્રની જીવનયાત્રા પર એક ફિલ્મ બનવી જોઈએ અને એ વિચાર એમણે જીતુભાઈનાં દિકરા દર્શન દ્વારકાવાળા સમક્ષ મૂકયો અને જુનાગઢનાં જ વતની ૩૫ વર્ષથી ગુજરાતી ફિલ્મ જગતમાં ગુંજતું નામ એટલે શ્રી અભિલાષ ઘોડા અને પાર્થ ભટ્ટ દ્વારા ફિલ્મનું નિર્માણ થયું અને આ ફિલ્મ ઙ્કજીતુભાઈ દ્વારકાવાળા ઓફિસીયલઙ્ઘ યુ-ટયૂબ ચેનલ પર આપ નિહાળી શકશો તો જોવાનું ચૂકશો નહિ. અને આ તકે ચાહકોનો જીતુભાઈ દ્વારકાવાળા પરિવારે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
