News of Friday, 3rd January 2025
આર્યસમાજ - જામનગર દ્વારા પર્યાવરણ શુદ્ધિ માટે ૫૧ કુંડી મહાયજ્ઞ

જામનગરઃ આર્યસમાજ -જામનગર નાં ૯૭ મા વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય ના ૭૭ માં વાર્ષિકોત્સવ પ્રસંગે ૫૧ કુંડી પર્યાવરણ શુધ્ધિ મહાયજ્ઞનું આયોજન આર્યસમાજ - મોરબીથી પધારેલ પંડિત ધર્મવીરજીના અને આર્યસમાજ-નડિયાદના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશજી આર્યના બ્રહ્માસ્થાને યોજવામાં આવેલ. ૫૧ કુંડી યજ્ઞ પર ૧૦૨ યજમાનો બિરાજેલા હતા. આ યજ્ઞને સફળ બનાવવા માટે આર્યસમાજ-જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ શ્રી ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ઘવલભાઈ બરછા,કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્યો શ્રી જગદીશભાઈ મકવાણા, હરીશભાઈ મહેતા, પ્રભુલાલભાઈ જે.મહેતા, વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા ઉપરાંત સભાસદ તેજભાઈ ઠક્કર, ભાર્ગવભાઈ મકવાણા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રુપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, બંને વિભાગના શિક્ષિકા બહેનો, વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈ-બહેનો એ જહેમત ઉઠાવી હતી. તદ્દઉપરાંત આર્યસમાજ-જામનગરના સર્વે સભાસદો, સહાયકો અને નિમંત્રિતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ૫૧ કુંડી મહાયજ્ઞ બાદ જલંધર પંજાબ થી પધારેલ ભજનીક રાજેશજી અમર પ્રેમીનો ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
