News of Friday, 3rd January 2025
ચોટીલાના પીપરાળીયામાં યુવકની હત્યા
અન્ય ૩ વ્યકિતઓને ઇજાઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૩: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીપરાળી આ ગામ ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે અને ત્રણ વ્યક્તિઓને બીજા થઈ છે ત્યારે પ્રાથમિક શાળા પાસે અચાનક જ ઘસી આવેલા ભાવાભાઈ બીજલભાઇ સાકરીયા સુરેશભાઈ ભાવાભાઈ સાકરીયા ભરતભાઈ ભાવાભાઈ સાકરીયા શાંતુબેન ભાવાભાઈ સાકરીયા સહિતના ઘસી આવી અને ઘાતક હથિયારો વડે વિપુલભાઈ વિનાભાઈ સાકરીયા ઉંમર વર્ષ ૩૩ ઉપર હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યાં ને ત્યાં જ તેની હત્યા કરવામાં આવી હતી અને બીજા તેના ભાઈઓ ત્રણ વ્યક્તિઓને પણ આ ઘટનામાં ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે હરેશભાઈ અને મહેશભાઈ જગાભાઈ ને ઇજા ઓ થવા પામી છે અને આ અત્યારના બનાવમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક અસરે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પીપરાળીયા ગામની પ્રાથમિક શાળા પાસે આ ઘટના બનવા પામેલ છે જ્યારે હત્યા કરી અને હત્યારાઓ નાસી છુટયા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પોલીસે ચોટીલા તાલુકાના પીપરાળીયા ગામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી એસઓજી સહિતની મુખ્ય બ્રાન્ચો પણ ઘટના સ્થળ ઉપર દોડી જઈ અને વિગતો મેળવી રહી છે ત્યારે હત્યાનો મામલો સામે આવ્યો છે અને નવા વર્ષમાં હત્યાનો બનાવ સામે આવતા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા સંપુર્ણ પણે કથળી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે હજુ તાજેતરમાં જ વિપુલ જેલમાંથી બહાર આવ્યો છે અને જેલની સજા કાપી અને બહાર આવ્યા બાદ અગાઉના બંદૂકના કારણે હત્યા થઈ હોવાનું પણ ગામ લોકોમાં હાલમાં ચર્ચાઇ રહ્યું છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
