News of Friday, 3rd January 2025
જામનગર પંથકમાં દરિયાકાંઠાના કિચડીયા પ્રાણીઓની ગણતરી
દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી વિસ્તારમાં આશરે ૩૦૦ થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ : વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ ગણતરી યોજવામાં આવશે : ઓખાથી નવલખી સુધી અંદાજીત ૧૭૦ કિ.મી. લાંબા દરિયાકિનારા ઉપર ખાસ પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, ડોલ્ફીન, કાચબા જેવા જળચર પ્રાણી તેમજ ચેરના વળક્ષોનો સમળદ્ધ : દર વર્ષે લાખોની સંખ્યામાં સ્થાનિક-યાયાવર પક્ષીઓનું આ દરિયાઈ વિસ્તારમાં વિચરણ : કિચડિયા- WADERS પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન

(મુકુંદ બદિયાણી દ્વારા) તા.૩: દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે આવતીકાલે તા. ૦૩ થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાનાર છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કિચડીયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાનાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વકતવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરીંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે.
સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેક જૈવવિવિધતા માટે જાણીતું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન - પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ-જળચર સંરક્ષણ માટે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે જેના પરિણામે ગુજરાતે આજે દેશભરમાં વન-પર્યાવરણ ક્ષેત્રે આગવી ઓળખ સ્થાપિત કરી છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત-ગ્ઘ્લ્ઞ્ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. ગ્ઘ્લ્ઞ્ પક્ષીઓ માટે છેલ્લાં ૨૫ વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે. જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ તથા પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગેની જન જાગળતિ માટે વિવિધ વિવિધ કાર્યક્રમો કરે છે.
ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી ભારતનો સૌ પ્રથમ જાહેર કરવામાં આવેલ દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજીત ૧૭૦ કિ.મી. લાંબા દરિયાકાંઠા અને ૪૨ ટાપુઓનો સમાવેશ થાય છે. કચ્છના અખાતમાં આવેલા આ પ્રોટેક્ટેડ એરીયાને અહીં જોવા મળતી દરિયાઇ જીવસળષ્ટિ અને ચેર -મેન્ગ્રુવના સંવર્ધન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવ્યો છે. આ ભારતમાં એકમાત્ર સ્થળ છે જ્યાં ઓટના સમય દરમિયાન પગપાળા પ્રવાસ કરીને દરિયાઇ જીવસળષ્ટિનું અવલોકન કરી શકાય છે. જ્યારે અન્ય સ્થાનો ઉપર સ્કુબા ડાઇવીંગ કરવી અનિવાર્ય બની જાય છે.
વર્ષોથી અહિયાં વિચરતા કિચડિયા- WADERS પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન છે. જામનગરમાં આશરે ૩૦૦ થી વધારે સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. માત્ર કિચડીયા પક્ષીઓની ૫૦ થી વધારે પ્રજાતીઓ જોવા મળે છે. એમાં પણ ‘‘શંખલો- Crab plover”, ‘‘મોટો કિચડિયો - Great Knot” જેવા પક્ષીઓ દેશમાં અન્યત્ર ખૂબ જ ઓછા જોવા મળે છે, જ્યારે જામનગરમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે. જેના ફળસ્વરૂપે ખીજડિયા પક્ષી અભયારણ્ય,નરારા અને અન્ય વિસ્તારો પક્ષી પ્રેમીઓ, સંશોધકો અને પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર કિચડિયા પક્ષીઓની ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રયાસ બની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. સ્થાવર પક્ષી તેમજ વિશ્વભરમાંથી આવતા યાયાવર પક્ષીઓની વિવિધ પ્રજાતીઓની ઓળખ, તેમની સંખ્યા વગેરેની માહિતી મેળવવા વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પક્ષી વસ્તી અંદાજ પણ કરવામાં આવે છે. જેના થકી સંપૂર્ણ માહિતી મેળવી પક્ષીઓના યોગ્ય સંરક્ષણ અને સંવર્ધન માટેના નિર્ણય લેવામાં આવે છે.આ ઉપરાંત પક્ષીઓના વસવાટ માટેના નવા વિસ્તારોની ઓળખ, પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની ઉપસ્થિતી વિશેની માહિતી, તેમની સંખ્યા, વસ્તી ગીચતા અને આવાગામન માટેનો યોગ્ય સમય જેવા વિવિધ પાસાઓને પણ આવરી લેવામાં આવે છે
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
