<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

અમરેલીમાં યુવતિના સરઘસ મુદ્દે અધિકારી સામે કડક તપાસ કરો : જીલ્લા યુથ કોંગ્રેસની માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૩ : અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસના પ્રેસીડેન્‍ટ સંદિપ ધાનાણીએ પટેલ સમાજના આગેવાનોને પત્ર પાઠવીને અમરેલી જીલ્લામાં લેટર કાંડમાં પટેલ સમાજની અપરણીત દિકરીનું સરઘસ કાઢવા મુદ્દે પગલા ભરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે, અમરેલી જિલ્લામાં એક ભાજપના અંદરોઅંદર ગ્રુપમાં લેટરકાંડ થયેલ. જે પૈકી પટેલ સમાજની દિકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી અને જેઓ પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી. જેઓ કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો. પોતે પોતાનાં માલિકે કહયુ તે પ્રમાણે ટાઇપ કરી આપ્‍યુ હતું. અમરેલી ભાજપના આગેવાનો દ્વારા આ અપરણીત દીકરી છે તે જોયા વગર તેમના પર ગુન્‍હેગાર બનાવી અને પોલિસ રાત્રે-૧૦/૦૦ કલાકે આ આ દિકરીને ઘરે વિઠ્ઠલપુર ગામેથી ધરપકડ કરીને અમરેલી શહેરનાં મુખ્‍ય રસ્‍તા પર સરઘસના રૂપમાં કાઢીને આ ભાજપના પટેલ સમાજના જ આગેવાનો પોતાનો અહમ સંતોષવા આવા કળત્‍ય કરી રહયા છે

 કોર્ટના નિયમ મુજબ એક મહિલા ગુનેગાર હોય તો પણ તેમનું સરઘસ કે ફોટો પણ વાયરલ ન કરવા અને રાત્રીના સમયે તેમની ધરપકડ ના કરવી તે બંધારણની જોગવાઇ છે. પણ આપના સમાજના આપશ્રી આગેવાનોએ આ બાબતે બહાર આવી આ દિકરી માટે સાથ સહકાર આપો અને આવી રીતે બિનઅધિકળત રીતે સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ પગલા ભરવા  માંગ કરી છે.

(2:32 PM IST)