News of Friday, 3rd January 2025
ભાવનગર : સગીર બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૩ : આઠ વર્ષ પુર્વે ભાવનગર શહેરના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા આધેડે ૧૧ વર્ષના બાળક સાથે સળષ્ટિ વિરૂધ્ધનું કળત્ય કરતા આ અંગેનો કેસ ત્રીજા એડીશનલ સેસન્સ જજ અને સ્પે. પોકસો જજ એમ.બી.રાઠોડ ની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને ગુનેગાર સાબીત માની, તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના આરોપી બકુલભાઈ ખોડીદાસ અંધારીયા (જે તે સમયે ઉ.વ.પર રહે. શાસ્ત્રી નગર, એલ.આઈ.જી. ૧૭૯, ભાવનગર) નામના શખ્સે પોતાના ઘરે કોઈ હાજર ન હોય જેથી ફરીયાદી પુત્ર ઉ.વ.૧૧ વર્ષ ના બાળકને આરોપીએ પોતાના ઘરે અવાર નવાર કામકાજ ના બહાને તેમજ ચોકલેટ અને ભાગ આપવાની લાલચ આપી ઘરે બોલાવતા ફરીયાદીના પત્નિને શંકા જતા તેણીએ આરોપીના ઘરે બાળકને લેવા જતા મકાનના ઉપરના માળે રૂમ માં બાળક સાથે ઉપરોક્ત આરોપીએ સળષ્ટિ વિરૂધ્ધ નું કળત્ય કરતો હોવાનું માલુમ પડેલ ત્યારબાદ બાળકની પુછપરછ કરતા આરોપી અવાર નવાર તેની સાથે આવુ સળષ્ટિ વિરૂધ્ધનું કળત્ય કરતો હોવાનું માલુમ પડેલ. બનાવની તા. ૧૭/૫/૨૦૧૬ થી છેલ્લા એકાદ માસમાં આરોપીએ બાળક સાથે એકજ માસમાં ત્રણેક વાર સળષ્ટિવિરૂદ્ધનું કળત્ય કરેલ હોવાનું પણ જાણવા મળ્યુ હતુ.
આ બનાવની બાળકના પિતાએ જે તે સમયે નિલમબાગ પો.સ્ટે. માં આરોપી બકુલભાઈ ખોડીદાસ અંધારીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઇ.પી.કો. કલમ ૩૭૭ તથા પોક્સો એક્ટ કલમ ૪ તથા ૬ મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ત્રીજા એડીશનલ સેસન્સ જજ અને સ્પે. પોકસો જજ એમ.બી.રાઠોડ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકાર પક્ષે મદદનીશ વકીલ ગીતાબા પી. જાડેજા ની અસરકારક ૧૨ મૌખીક પુરાવાઓ, ૭૦ દસ્તાવેજી પુરાવાઓ, વિગેરે ધ્યાને રાખી આરોપી બકુલભાઈ અંધારીયા સામે ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અદાલતે ફટકારી હતી.
ગીતાબા જાડેજા
સરકારી વકીલ
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
