News of Friday, 3rd January 2025
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આયોજીત વાયબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોનો ભવ્યાતી ભવ્ય શુભારંભ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા વિઝન ભાવનગર ૨૦૩૦ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો શુભારંભ કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં નૃત્ય તથા ગણેશ સ્તુતિ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. દીપ પ્રાગટ્ય ભારત સરકારના ગ્રાહક બાબતો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી નીમુબેન જેન્તીભાઈ બાંભણીયા તથા ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે કરવામાં આવેલ.
કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે આ કોઈ ઇવેન્ટ નથી પરંતુ ભાવનગરના વેપાર-ઉદ્યોગમાં રહેલી તકોને ઓળખવાનો અવસર છે. ભાવનગર અને રાજ્ય તથા દેશ માથી ૩૦૦ જેટલા સ્ટોલ ધારકો ઇવેન્ટમાં જોડાયેલ છે. ભાવનગર કોલોબ્રેશન, ઇનોવેશન અને વિકાસ માટેનું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે અને તેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂરતો રસ લેશે તેવી આશા વ્યક્ત કરેલ. ભાવનગરના નગરજનો સહકાર આપી આ ઇવેન્ટને ખુબ જ સફળ બનાવે તેવો અનુરોધ કરેલ.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કેન્દ્રના ગ્રાહક બાબતો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી નીમુબેન જેન્તીભાઈ બાંભણીયાએ ઉદબોધન કરતા જણાવેલ કે આ એક્સ્પોનું આયોજન ભાવનગરના વિકાસ માટે ખુબ જ અગત્યનું પરિબળ બની રહેશે. ભારત સરકાર અને ગુજરાત સરકાર ભાવનગરના વિકાસ માટે તત્પર છે અને MSME સ્ટોલધારકોને સબસીડી આપી નાનાવેપારીઓને પણ સરકાર મદદ કરી રહેલ છે અને તે માટે મુદ્રા લોનની રકમ પણ વધારવામાં આવેલ છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની અનેક યોજનાઓ છે. તેઓએ જણાવેલ કે ભાવનગરના ઔધોગિક વિકાસ માટે હમેશા સાથ અને સહકાર આપીશ. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રના વિકાસને વેગ આપી શકાય. ધોલેરા સ્માર્ટ સીટી સમગ્ર દેશ માટે દિશાસૂચક બની રહેશે. ધોલેરા-સર ભાવનગરના વિકાસમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેલ ભાવનગરના યુવરાજશ્રી જયવીરરાજસિંઘ ગોહિલે જણાવેલ કે આ ફેરનું આયોજન ભાવનગરના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપનારું બની રહેશે અને ભાવનગરના યુવાનોની ઉદ્યોગ સાહસિકતા બહાર આવશે. ભાવનગરમાં ટુરિઝમ ઉદ્યોગનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરેલ.
કાર્યક્રમના અંતમાં આભારવિધિ સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી દિલીપભાઈ કમાણીએ કરેલ.આ પ્રસંગે ભાવનગર મેયર ભરતભાઈ બારડ, મ્યુનિસિપલ કમિશ્નર સુજીતકુમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ચેમ્બરના પૂર્વપ્રમુખઓ, ચેમ્બરના હોદ્દેદારો અને મેનેજિંગ કમિટીના સભ્યો તથા નિમંત્રીતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ ફેરના પ્રથમ દિવસે ભાવનગર સ્થાનિક ઉપરાંત, તળાજા, મહુવા, પાલીતાણા વગરે સ્થળોએથી વિશાલ સંખ્યામાં આ એક્ષ્પોની મુલાકાત લીધેલ
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
