<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

અમદાવાદમાં અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની બેઠક સંપન્ન : પ્રમુખ હાજી હૈયાતખાન બલોચ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :અખિલ ગુજરાત બલોચ સમાજના દરેક કબીલા અને તેના જીલ્લાના જવાબદાર આગેવાનો-મોભીઓની તા.૧-૧-૨૦૨૫ના રોજ બપોરના ૨ કલાકે સરખેજ ફતેવાડી રોડ પર આવેલ અહદ સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે એક અગત્યની મીટીંગ રાખવામા આવેલ હતી. જેમા સમાજના દરેક આગેવાન ભાઇઓ, ઉઘોગપતિઓ આ મીટીંગમાં ખાસ હાજર રહેલ હતા. 

  આ પ્રસંગે પૂર્વ મહેસૂલ-કાયદા કેબીનેટ મંત્રી હાજી મહંમદહુસૈન બલોચ સાહેબ, વાકાંનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાજી ગુલમહંમદભાઇ બલોચ, અશરફખાન બલોચ, સમાજના યુવા પ્રમુખ રસીદખાન મકરાણી, પૂર્વ સહકાર નિયામક હાજી યાસીનખાન બલોચ, ગુજરાત સરકારના હજ્જ સમિતિના ડાયરેકટર નાસીરખાન બલોચ, ડો.ઉંમરખાંન બલોચ, સમાજના ઉધોગપતિ મહંમદખાન બલોચ, હાજી દીલાવરખાંન બલોચ, કાશમભાઇ મકરાણી, પરવેજખાન મકરાણી અને જુદા-જુદા જીલ્લાઓ માથી પધારેલા સમાજના રેહબર મુખ્ય આગેવાનો મોભીઓની સહમતિથી ગુજરાત બલોચ સમાજના પ્રમુખ અને પાલીતાણા પૂર્વ નગરપતી ડો.હાજી હૈયાતખાન બલોચને સમાજના રેહબર મોભીઓની સૂચનાથી ગુજરાત રાજયના સમાજ ના સંગઠનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરી જાહેરાત કરવા મા આવેલ છે.
અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના સંગઠનના હોદ્દેદરોની વરણીની જાહેરાત પ્રમુખ :- ડો. હાજી હૈયાતખાન હાજી ઈલમખાન બલોચ (ભાવનગર), ઉપપ્રમુખ : હાજી યુસુફખાન નજરમહમદખાન બલોચ (અરવલ્લી), જહાંગીરખાન મુજાતખાન બલોચ (પાટણ), સરફરાઝખાન વલીમહમદખાન બલોચ (દાદુભાઈ દરબાર,જુનાગઢ), આબિદઅલી ઈનાયતઅલી બલોચ મકરાણી (આણંદ), મહામંત્રી : નાસીરખાન મહમદખાન બલોચ (ગાંધીનગર), ઈમ્તિયાઝભાઈ મુસાભાઈ બલોચ મકરાણી (ગીર-સોમનાથ), ઉમરખાન શેરખાન બલોચ (મહેસાણા), સૈયદખાન દોલતખાન બલોચ (કચ્છ-ભુજ), મંત્રી : મુનીરખાન હાજી પીરખાન બલોચ (ભાવનગર), શાહદોસ્તખાન જહાંગીરખાન બલોચ મકરાણી (અરવલ્લી), હાજીખાન સોહરાબખાન બલોચ (મહેસાણા), ઈસુફખાન સુલતાનખાન બલોચ (ગીર-સોમનાથ), અબ્દુલરજાકભાઈ અબ્દુલસતારભાઈ બલોચ મકરાણી જમાદાર (બરોડા), યાસીનખાન લાલખાન બલોચ (પાટણ), સમીરખાન દરિયાખાન બલોચ (અમદાવાદ), યાસીનખાન મુસ્તુફાખાન બલોચ (અમરેલી), સંગઠન મંત્રી : બોદુભાઈ ઉસ્માનભાઈ બલોચ મકરાણી (ગીર-સોમનાથ), હાજી બિસ્મિલ્લાખાન દોલતખાન બલોચ (બનાસકાંઠા), ઈનુસખાન ઈસ્માઈલખાન બલોચ(જુનાગઢ), મેહબૂબખાન અહેમદખાન બલોચ (સાબરકાંઠા), આમદખાન રમજુખાન બલોચ (કચ્છ-ભુજ), સરફરાઝખાન હાજી જમિયતખાન બલોચ (રાજકોટ), ફિરોજભાઈ ઈસ્માઈલભાઈ રિન્દ બલોચ (ગાંધીનગર), કાળુંખાન ઉમરખાન બલોચ (સુરેન્દ્રનગર), પ્રવક્તા : પરવેઝખાન યુસુફખાન બલોચ મકરાણી (બનાસકાંઠા), ખજાનચી : ઈમ્તિયાઝખાન હુસૈનખાન બલોચ (અમદાવાદ), કારોબારી સભ્યો : મહમદખાન કાશમખાન બલોચ (જુનાગઢ), દિલાવરખાન હુસૈનખાન બલોચ (ગીર-સોમનાથ), વઝીરખાન અલાદાદભાઈ બલોચ મકરાણી (જુનાગઢ), હનીફ ખલીલ ધનતેજવી બલોચ મકરાણી (બરોડા), ઈમ્તિયાઝભાઈ ગુલમહમદભાઈ બલોચ મકરાણી (ગીર-સોમનાથ), સોબહારખાન સાકરખાન બલોચ (અમરેલી), અનવરખાન ગુલાબખાન બલોચ (ભાવનગર), ઈમરાનખાન અનવરખાન બલોચ (રાજકોટ), દોલતખાન એલમખાન બલોચ (પાટણ), અબ્દુલગફારભાઈ વલીમહમદભાઈ બલોચ (જુનાગઢ), હૈયાતખાન અનવરખાન બલોચ (જુનાગઢ), સંજયખાન હૈયાતખાન બલોચ (અમરેલી), ભીખાજી દિલાવરખાન બલોચ (પાટણ), હુસૈનખાન આલમખાન બલોચ (અમરેલી), જાહિદખાન મસ્તીખાન બલોચ (ભાવનગર), કેશરખાન લાલખાન બલોચ (સુરેન્દ્રનગર), સિરાજખાન દિલાવરખાન બલોચ (રાજકોટ), ગગજીખાન અલીખાન બલોચ (સુરત) વિગેરે હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત ડો. હાજી હૈયાતખાન હાજી ઈલમખાન બલોચ (પ્રમુખ-અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજ) દ્વારા કરવામા આવેલ છે.

(10:51 PM IST)