News of Saturday, 4th January 2025
રાજ્યમાં ચકચાર સર્જનાર જુનાગઢના ચાંદની રેપ અને મર્ડર કેસનો આરોપી ભુજની જેલમાંથી ફરાર
મહેશ મૂળજી ચૌહાણ ઉર્ફે ભદો સાત દિ’ના વચગાળાના જામીન ઉપર મુક્ત થયા બાદ ફરાર, બીમારીના કારણે તેની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવાઈ છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : વર્ષ ૨૦૦૭ માં જુનાગઢમાં ઉપલા દાતારની તળેટીમાં રાજકોટની ચાંદની નામની સગીરા સાથે બળાત્કાર કરી તેની હત્યા કરવાના ચકચાર સર્જતા કેસમાં ઝડપાયેલ આરોપી મહેશ મુળજી ચૌહાણ ઉર્ફે ભદો હાલ સાડા પાંચ વર્ષથી ભુજની પાલારા જેલમાં સજા ભોગવતો હતો. હાલ તે હાઇકોર્ટના આદેશ ઉપર ૨૬ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી સાત દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. પરંતુ તે હાજર ન થતાં ભુજ પાલારા જેલર ગ્રુપ બે ના એ.જી. વ્યાસે ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી છે. ભુજ પોલીસે આ અંગે જુનાગઢ એ ડિવિઝન પોલીસને જાણ કરી છે. મહેશ ઉર્ફે ભદા ને ફાંસીની સજા થઈ હતી જે બીમારીના કારણે જન્મટીપ માં ફેરવાઈ છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
