News of Saturday, 4th January 2025
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી તથા અનંત અંબાણીએ દ્વારકાધીશજીને શીશ ઝુકાવ્યું

દ્વારકા : રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલીક મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણીએ દ્વારકા પધારી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શીશ ઝુકાવ્યું હતું. અંબાણી પિતા-પુત્રે દ્વારકાધીશના મોટાભાઈ બલદેવજીના પણ દર્શન કર્યા હતા. બાદમાં શારદામઠ ખાતે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાને નમન કર્યા હતા શારદાપીઠના પ્રતિનિધિ દ્વારા તેઓને દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી સન્માનિત કરાયા હતા. તેમની સાથે રીલાયન્સના પ્રતિનિધિ તેમજ અંબાણી પરિવારના તીર્થ ગોર પણ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
