તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
ગોંડલના મોટા મહીકા ગામે રાજકોટના સંદીપગીરીને પતાવી દેનાર હસમુખ વ્યાસના રીમાન્ડ મંગાયા
અયોધ્યામાં કેટરર્સમાં કોન્ટ્રાકટર બાબતે કોઇ પૂછે નહિ તે માટે પોતાને મૃત જાહેર કરવા મિત્ર સંદીપગીરીને પતાવી દેવાની કબુલાત

રાજકોટ તા. ૪ :.. ગોંડલના મોટા મહીકા ગામે પોતાને મૃત બતાવવા રાજકોટના સંદીપગીરી ગોસ્વામીને મોતને ઘાટ ઉતારનાર મિત્ર હસમુખ વ્યાસને રૂરલ પોલીસે ઝડપી લીધા બાદ આજે તેને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે.
પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલના મોટા મહીકા ગામે ખંઢેર મકાનમાંથી લાશ મળ્યા બાદ આ લાશ રાજકોટના હસમુખ મુળશંકરભાઇ ધાનજા (વ્યાસ)ની હોવાનું જાહેર થયું હતું જો કે, પોલીસ તપાસમાં મૃતક રાજકોટના સંદીપગીરી ગોસ્વામી હોવાનું અને તેને તેના મિત્ર હસમુખ વ્યાસે પોતાને મૃત બતાવવા પતાવી દિધાનું ખુલતા હત્યામાં હસમુખ વ્યાસને મદદગારી કરનાર સગીરને પોલીસે ઝડપી લીધો હતો. જયારે નાસી છૂટેલ હસમુખ વ્યાસને ગઇકાલે રૂરલ પોલીસે ઝડપી લીધો હતો.
મુખ્ય આરોપી હસમુખ મુળશંકરભાઇ ધાનજા રહે રાજકોટ વાળાએ અયોધ્યા ખાતે પોતાને કેટરર્સનો કોન્ટ્રાકટ મળેલ છે. તેવું કહી લોકોને આ કોન્ટ્રાકટમાં કામ અપાવવાની લાલચ આપતો હોય પરંતુ વાસ્તવમાં આવા કોઇ કોન્ટ્રાકટ પોતાને મળેલ હોય નહી જે લોકોને આરોપીએ રોજગારીની લાલચ આપેલ હોય તે બાબતે કોન્ટ્રકટમાં કામે જવા માટે વારંવારપુછતા હોય જેથી કંટાળી જઇ પોતે મૃત જાહેર થાય તો કોઇ પોતાને આ બાબતે પુછે નહી તે હેતુથી આ ગુનાના મુખ્ય આરોપી હસમુખએ કાયદાના સંધર્ષમાં આવેલ બાળ કિશોરની મદદથી પોતાના વતન મોટા મહીકા ગામે જુના મકાનમાં સફાઇ કામ કરવાના બહાને મરણ જનાર સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામી રહે. રાજકોટ વાળાને તા. ૨૫/૧૨/૨૦૨૪ ના રોજ મોટા મહીકા ગામ ખાતે લઇ જઇ ઘેનની ગોળીઓ પીવડાવી દઇ મરણ જનારે પહેરેલ જાકીટની દોરીથી ટુપો આપી બેભાન જેવી હાલત કરી આરોપી હસમુખ પોતાનો મોબાઇલ, ચંપલ, પાકીટ તથા તેના આઇડી.કાર્ડ રાખી પોતે મરી ગયેલ છે તેવી ખોટી સ્ટોરી ઉભી કરવા બનાવને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.
દરમિયાન પકડાયેલ આરોપી હસમુખ વ્યાસને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે. વધુ તપાસ ગોંડલ તાલુકાના પી. આઇ. જે. પી. રાવ ચલાવી રહ્યા છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
