<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

દોઢ કરોડના કોકેઈન ડ્રગ્‍સ કેસનો ફરાર આરોપી રાજસ્‍થાનથી ઝડપાયોઃ હજી એક આરોપી ફરાર

પંજાબમાં તપાસ દરમ્‍યાન કચ્‍છ પોલીસના જાપ્તામાંથી બે આરોપી નાસી છૂટયા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪:   પૂર્વ કચ્‍છ પોલીસે ગત ૨૮/૧૧ ના ભચાઉના લાકડીયા પાસે કારમાંથી ઝડપાયેલ ૧.૪૭ કરોડના કોકેઈન ડ્રગ્‍સ કેસમાં વધુ તપાસ માટે કચ્‍છ પોલીસ આરોપીઓ સાથે ૮ ડિસેમ્‍બરે પંજાબ ગઈ હતી. તે દરમ્‍યાન પોલીસ વાહનમાં પંક્‍ચર પડતા બે આરોપીઓ સંદીપસિંઘ અને હનીસિંઘ પોલીસને ચકમો આપી નાસી છૂટયા હતા. દરમ્‍યાન પશ્ચિમ કચ્‍છ પોલીસને મળેલ પૂર્વ બાતમીના આધારે એક ફરાર આરોપી સંદીપસિંઘ પપ્‍પુસિંઘ શીખ રાજસ્‍થાનના બાલોતરામાંથી ઝડપી લીધો હતો. જોકે, હજી એક આરોપી ફરાર છે

(11:48 AM IST)