News of Saturday, 4th January 2025
ભાવનગરમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત સગીરાનું મોત

ભાવનગરઃ તા. ૪: કાળિયાબીડ વિસ્તારમાં રહેતા રાજુભાઇ મનુભાઇ રાઠોડની સગીરવયની દીકરી કિષિતા (ઉ.વ. ૧૬) ને તા. ૨૭/૧૨ ના રોજ બપોરના સમયે શહેરના રિંગરોડ, વૃંદાવન રેસ્ટોરન્ટ સામે વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. મૃતક સગીરા ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતતી. બનાવ અંગે ભરતનગર પોલીસે વધુ તપાસ હાથધરી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
