<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

સારા રસ્‍તાને નવા બનાવવા તોડી નાખવામાં આવતા બગસરામાં રોષ : નવો વિવાદ

 

 ( સમીર વિરાણી દ્વારા)  બગસરા તા. ૪ : બગસરા પાલિકાનો રોજ બરોજ નવો વિવાદ આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હજુ ત્રણ દિવશ પહેલા જ પાલિકા દ્વારા વેરા વધારવામાં આવેલ તેના વિરોધમાં સમસ્‍ત ગામ સજ્જડ બંધ પાળી વિરોધ કરવામાં આવ્‍યો હતો. જયારે આજે ફરી પાલિકાનો નવો વિવાદ ઉભો થયો છે.

શહેરના અનેક રસ્‍તા હાલમાં બિસ્‍માર હાલતમાં થઈ ગયા છે તેને તોડી નવા બનાવવામાં નથી આવતા અને જે રસ્‍તા સારા હોઈ તેને તોડી નવા બનાવવામાં આવી રહ્યા છે. ત્‍યારે આજે શહેરની પોસ્‍ટ ઓફીશ પાસેનો રસ્‍તો તોડી નાખવામાં આવતા આ વિસ્‍તરના રહીશો રોશે ભરાયા હતા અને તોડવાની કામગીરીને અટકાવવામાં આવી હતી.જયારે વિવેકાનંદ સોસાયટીમાં પણ સારા રસ્‍તા તોડી નાખવામાં આવતા ચેમ્‍બર ઓફ કોમર્સ મેદાને આવી સારા રસ્‍તા તોડીનાખવાની કામગીરીને અટકાવવામાં આવી હતી. જયારે શહેરનો ટ્રાવેલ્‍સ રોડ તેમજ શાક માર્કેટ પાસેનો રોડ એક વર્ષથી બિસ્‍માર હાલતમાં થઈ ગયો છે પરંતુ આ રોડ  દેખાતોજ નથી લોકોની અનેક વખતની રજુવાત છતાં આ રસ્‍તા નવા બનાવવમાં આવતા નથી. અને જે રસ્‍તા સારા છે તેને તોડી નવા બનાવવમાં આવે છે જયારે એક તરફ પલિકા દ્વારા એવુ કહેવામાં આવે છેકે પાલિકા ફડચામાં ચાલી રહેલ છે. ત્‍યારે સારા રોડ તોડી નવા બનાવવામાં શું પાલિકા પાસે રૂપિયા છે?

કર્મચારીઓના પાચ મહિના થી પગાર ચૂકવવામાં  આવેલ નથી અને પેન્‍શન ધારકોના પણ ચાર મહિનાથી પેન્‍શન ચૂકવવામાં આવેલ નથી કે પછી સફાઈ કામદારોને પણ ત્રણ મહિનાથી પગાર વિહોણા રાખવામાં આવેલ છે.તો પાલિકા પાસે ગ્રાન્‍ટ નથી અને સારા રસ્‍તા તોડી નવા બનાવવા રૂપિયા છે? જયારે આ બાબતે ચીફ ઓફીશરને પૂછતાં તેમણે જણાવ્‍યું કે રી કન્‍ટ્રક્‍શનની દરખાસ્‍ત કરવામાં આવેલી છે જેને લઇને રોડ તોડીને નવા બનાવવામાં આવી રહ્યા છે. 

 લાખો રૂપિયાની ગ્રાન્‍ટો આવી રીતે વેડફી નાખવામાં આવે છે. તો લોકોમાં આક્રોસ ફેલાયો છે. અને બગસરા પાલિકાની ભાવનગર આર.સી.એમ.અને જિલ્લા કલેક્‍ટર દ્વારા તપાશ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

(11:50 AM IST)