<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

પ્રાંસલા શિબિરમાં બપોર બાદ ભુપેન્‍દ્રભાઇ અને હર્ષ સંઘવી આવશે

સ્‍વામી ધર્મબંધુજી પ્રેરીત વૈદિક મિશન ટ્રસ્‍ટ આયોજીત રાષ્‍ટ્રકથા શિબીરનું કાલે સમાપન

(દિનેશ પરમાર દ્વારા) પ્રાંસલા તા.૪: પ્રાંસલામાં પુ.ધર્મબંધુજીની અધ્‍યક્ષતામાં આયોજીત રાષ્‍ટ્રકથા શિબીરમાં આજે બપોર બાદ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઇસરોના એસ.ડી.એસ.સી.ના ડીરેકટર ડો.રાજરાજન, ઇસરોના એલ.પી.એસ.સી.ના ડીરેકટર ડો.વી. નારાયણન ઉપસ્‍થિત રહેશે. કાલે શિબીરનું સમાપન થશે.

પヘમિ બંગાળના રાજયપાલ સી.વી.આનંદરાજ એ જણાવ્‍યું હતું કે, ભારત દેશના વિભિન્ન પ્રાંતમાંથી ઉપસ્‍થિત શિબિરાર્થીઓથી અત્રે મિની ભારત જોવા મળે છે. શિબિરાર્થીઓને તેમણે આત્‍મનિર્ભર તેમજ વિકસિત ભારત બનાવવા યોગદાન આપવા અને આ માટે સતત ઉત્‍કળષ્ટતાની ખોજ કરવા અને ઉદ્યમી બનવા પર ભાર મુકયો હતો.

CSIRના ટુંકાક્ષરી નામથી જાણીતી સંસ્‍થા કાઉન્‍સીલ ફોર સાયન્‍ટીફ એન્‍ડ ઇન્‍સ્‍ટ્રીયલના દિલ્‍હીથી પધારેલ ડાયરેકટર જનરલ સુશ્રી ડૉ.એન. કલાઈસેલ્‍વીએ જણાવ્‍યું હતું કે, આપણા જીવનના દરેક ક્ષેત્રો વીજળી, ટ્રાન્‍સ્‍પોર્ટેશન, દવા, ખોરાક, સંચાર વ્‍યસ્‍થા, પર્યાવરણ એમ દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની મોજુદગી જોવા મળે છે. જે દર્શાવે છે કે, વિજ્ઞાનથી ઉજ્જવળ ભાવિનું નિર્માણ થાય છે. ટેકનોલોજીથી જીવનની ગુણવત્તામાં વધારો થાય છે અને આ માટે તેમની સંસ્‍થામાં સેવારત વૈજ્ઞાનિકો દ્વારા સતત સંશોધનો કરવામાં આવે છે.

વડાપ્રધાન કાર્યાલયના સાયબર સુરક્ષાના પૂર્વ ડિરેકટર ગુલશન રાય એ જણાવેલ કે, સાંપ્રત સમયમાં આપણી જીવન શૈલી એવી બની ગઇ છે કે, જેમાં ઓનલાઇન ટ્રાન્‍જેકશન અને સોશીયલ મિડીયા ઉપર રહેવું જીવનની અનિવાર્યતા છે પરંતુ તે માટે સજાગતાથી જ આર્થિક સહિતની મુશ્‍કેલીઓથી બચી શકાય.

CCMBના ડિરેકટર ડૉ. વિનય નંદીકુરીએ માનવ શરીરમાં બેકટરીયા, ઇન્‍ફેશન, ડીએનએની રચના તેમજ રોગોથી બચવા માટે તબીબી ઉપાયો વિશે વિસ્‍તારથી પીપીટીથી સમજાવ્‍યું હતું.

ઇસરોના એચ.એસ.એફ.સી.ના ડિરેકટર ડૉ. ડી. કે.સિંઘ ભારત દ્વારા અંતરિક્ષમાં માનવ વસાહત કરવાની દિશામાં પ્રયાસો, ભારતીય સ્‍પેસ સ્‍ટેશનની સ્‍થાપના કરવી, ચંદ્ર ઉપર રોબોટીક ઉતરાણની સફળતા પછી હવે માનવનું ચંદ્ર ઉપર ઉતરાણ અને ગગનયાન અંગે થઇ રહેલા પ્રયાસોની ડોકયુમેન્‍ટરીથી તાદ્રશ્‍ય રીતે સમજાવ્‍યું હતું.

ઇસરોના MFCના ડિરેકટર ડૉ.પંકજ કિલેધરએ વિશ્વમાં ભારતનું સેટેલાઇટ ક્ષેત્રે અગ્ર સ્‍થાનની વિગતો આપીને જણાવેલ કે હાલમાં ભારતના ૩૧ સેટેલાઇટ કાર્યરત છે જેમાંથી ૨૦ સંચાર વ્‍યવસ્‍થા ક્ષેત્રે કાર્યરત છે.

ભારતીય તટરક્ષક દળના ટી. શશીકુમારએ ં જણાવેલ કે, પ્રત્‍યેક વ્‍યક્‍તિમાં વિશિષ્ટ શકયતાઓ હોય છે જે તેણે સ્‍વમુલ્‍યાંકન કરીને પારખવી જોઇએ અને તેને અનુરૂપ પોતાના જીવનની કારકિર્દી નિયત કરવી જોઇએ. કયારેય કોઇની સાથે સરખામણી ના કરો. કરવી જ હોય તો તંદુરસ્‍ત સ્‍પર્ધા કરો.

જાણીતા નિવળત એમ્‍બેસડર અનીલ ત્રિગુનાયતએ જણાવ્‍યું હતું કે, જયારે યુધ્‍ધ થાય છે ત્‍યારે જે તે બે દેશ જ નહીં પરંતુ અનેક દેશોને તેની અસર થાય છે. આથી જ એમ્‍બેસડરનું મુખ્‍ય કાર્ય છે ડીપ્‍લોમસીથી બે રાષ્‍ટ્રો વચ્‍ચેનું યુધ્‍ધ નિવારવું.

ઝારખંડમાં સ્‍વામી ધર્મબંધુજી નામથી કોલેજની સ્‍થાપના કરનાર ધારાસભ્‍ય મનોજકુમાર યાદવ, પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, મોરબીના દાતા ડી.સી.પટેલ સહિતના કર્મશીલોંને આજે સન્‍માનિત કરાયા હતા.

(12:20 PM IST)