<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

વાંકાનેરના સિંધાવદર રેલ્‍વે અંડરબ્રીજ તથા સીમેન્‍ટ રોડ ખુલ્લો મુકતા મહંતશ્રી આનંદરામ બાપુ

રાજયસભાના સાંસદ રાજવી કેશરીદેવસિંહજીની ઉચ્‍ચ અધિકારીને સફળ રજુઆત

(હિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૪: વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સિંધાવદર ગામ પાસેથી પસાર થતી રેલ્‍વે લાઇન જે રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પર જવા મુકવામાં આવેલ ફાટકથી ત્રસ્‍ત થઇ ગયેલ ગ્રામજનોએ વાંકાનેરનાં મહારાજા અને રાજયસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ડી. ઝાલા ને રજુઆત કરતા અંડરબ્રીજની વર્ષો જુની માંગણી અને ગ્રામજનોને પડતી હાલાકી વાકેફ થઇ કેન્‍દ્રના રેલ્‍વે મંત્રાલયમાં અંડરબ્રીજની લેખીત માંગણી કરતા તાત્‍કાલીક માંગણીનો સ્‍વીકાર કરી યુધ્‍ધના ધોરણે અંડરબ્રીજ તથા સીમેન્‍ટ રોડ નું કામ શરૂ કરવામાં આવેલ હતું.

જયારે આકામ સંપુર્ણ પુરૂ થતા આજરોજ સીંધાવદર લાલજી મહારાજની જગ્‍યાનાં મહંતશ્રી પુ. આનંદરામ બાપુ તથા વાંકાનેર તા. પંચાયત પ્રમુખ શ્રી હરૂભા ઝાલાના વરદ હસ્‍તે ખુલ્લો મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાના પીએ ક્રિપાલસિંહ ઝાલા, આઇટી સેલના ઇન્‍ચાર્જ નરેન્‍દ્રભાઇ, પંચાયત સદસ્‍ય હુશેનભાઇ ગઢવારા, ગનીભાઇ પટેલ સ.મંડળના પ્રમુખ ગુલાભાઇ પરાસરા, જીલ્લા પંચાયત પુર્વ ઉ.પ્રમુખ ગુલાભાઇ પરાસરા, પ્રોસેસીંગ ડીરેકટર અબ્‍બાસભાઇ શેરસીયા, પ્રવણસિંહ ઝાલા, દુષ્‍યંતસિંહ ઝાલા, રાધવભાઇ ભરવાડ, નવધણભાઇ ભરવાડ, ક્ષત્રિય સમાજના અગ્રણી રાજસિંહ ઝાલા, બાબભાઇ ગઢવી, પુર્વ સરપંચ નજુભાઇ પરાસરા, રાજુભાઇ મકવાણા, દલીત સમાજના અગ્રણી કિશોરભાઇ મકવાણા, ઇરફાનભાઇ એસ.કે., વિનોદભાઇ પ્રજાપતિ તથા રધુભાઇ ઠાકોર સહીતના મહાનુભાવો તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થીત રહયા હતા.

(11:58 AM IST)