News of Saturday, 4th January 2025
હળવદના રણજીતગઢ ગામ પાસે ખુંટીયો કારના કાચ તોડી કારમાં ઘુસી ગયો

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૪: હળવદ હાઈવે પર રણજીતગઢ ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રણજીતગઢ ગામના પાટીયા પાસે રાત્રિના સમયે એક વેગન આર કાર સાથે ખુંટીયો અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ખુંટીયો આગળના કાચ અને બોનેટ તોડીને કારની અંદર ઘુસી ગયો હતો. ખુંટીયો કાચ તોડીને આગળની સીટ પર આવી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કાર નંબર પ્લેટ વિનાની હતી. આ અકસ્માતમાં જાનહાનિ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
