News of Saturday, 4th January 2025
સોમનાથ ખાતે બે દિવસીય એકાદસ રૂદ્રયજ્ઞ- રૂદ્રાભિષેક પ્રારંભઃ દક્ષિણના- રાષ્ટ્રીય ધર્માચાર્યો- ભકતોની ઉપસ્થિતી

પ્રભાસ-પાટણઃ- વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થમાં બે દિવસીય એકાદસ રૂદ્રયજ્ઞ અને રૂદ્રાભિષેકનો પ્રભાસ-પાટણના સોમપુરા બ્રાહ્મણ સમાજ બ્રહ્મપુરી ખાતે પ્રારંભ થયો છે. આ યજ્ઞ પ્રારંભે પ્રભાસના ગોૈરીકુંડથી બ્રહ્મપુરી સુધીની ધાર્મિક મંત્રો- કળશ અને દક્ષિણના પરંપરાગત વાદ્યો સાથેથી નગરયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તામિલનાડુના પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળો શ્રી રંગમ, રંગનાથ, સ્વામિ મદુરાઇ સહિત રાષ્ટ્રીય ધર્મ અગ્રણીઓ જોડાયા હતા. સોમનાથ ખાતે પ્રભાસ-પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ સહિત જ્ઞાતિજનો પણ આ ધર્મકાર્યના સહયોગમાં રહ્યા છે. (તસ્વીર- અહેવાલઃ મીનાક્ષી ભાસ્કર વૈદ્ય- પ્રભાસ-પાટણ)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
