<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

લ્‍યો હવે ગુજરાતમાં ટ્રેનમાં દારૂ ?? વાપીથી સુરત વચ્‍ચે ચાલતી ટ્રેનમાં દારૂનું વેચાણ !!

પ્રવાસી મહિલા અને બાળકોમાં ડર, પોલીસ શું કરે છે? મુંબઈથી ભુજ આવતી ટ્રેનમાં ૨૦૦ બોટલ દારૂ સાથે બે મહિલાઓને પ્રવાસીઓએ ઝડપતા ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.,૪: ગળહમંત્રી અને રાજ્‍ય સરકારના કાયદો અને વ્‍યવસ્‍થાના દાવાઓને પડકાર ફેંકતો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ટ્રેનમાં હા..ચાલતી ટ્રેનમાં દારૂ વેચાણનો છે.

મુંબઈના બાંદ્રાથી ભુજ આવતી કચ્‍છ એક્‍સપ્રેસ ટ્રેનના પ્રવાસી દ્વારા ૨ જી જાન્‍યુઆરી ગુરુવારે સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોએ ચકચાર સર્જી છે.

આ વાયરલ અને એક બે નહીં પણ પૂરી ૨૦૦ બોટલો સાથે ઝડપાયેલ બે મહિલાઓનો છે. જેમને પ્રવાસીઓ ઝડપી હતી. પ્રવાસીઓએ આ બંને મહિલાઓને વાપીથી સુરત વચ્‍ચે ઝડપી અને સુરત આરપીએફ ને હવાલે કરી છે.

 ટ્રેનમાં દારૂ નું વેંચાણ થાય એ સમાચારે મહિલા અને બાળકોમાં પ્રવાસ દરમ્‍યાન ચિંતા ફેલાઈ છે. એક બાજુ આતંકવાદી ગતિ વિધિ રોકવા રેલવેમાં ચેકિંગ અને મોક ડ્રીલ પણ યોજાય છે,

બીજી બાજુ ટ્રેનમાં ખુલ્લેઆમ થતી દારૂની હેરફેર અને વેચાણ ના કારને સલામતી તેમ જ ચેકિંગ સામે પણ સવાલો સર્જાયા છે.

(12:22 PM IST)