તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
ઉનાના ૭ એનસીસી કેડેટસની અર્ધલશ્કરી દળ માટે પસંદગી

(નવીન જોષી દ્વારા) ઉના તા.૪: પેરા મીલેટરી ફોર્સમાં એચ.એમ.વી. કોલેજનાં એનસીસીના ૭ વિદ્યાર્થી પસંદગી પામ્યા છે.
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા પેરા મિલેટરી ફોર્સનું પરીણામ જાહેર થયેલ તેમાં ઉના તાલુકાનું ગૌરવ વધાર્યુ છે. પેરા મિલેટરી ફોર્સમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓમાં ગોહિલ વિરભદ્રસિંહ એલ, ગોહિલ કલ્પેશસિંહ આર, સોલંકી નિલેશ એલ, પરમાર પ્રતાપસિંહ આર, ચારણીયા ધર્મેશ બી, સોલંકી રાજેશ જી, સોલંકી જીગર બી. નો સમાવેશ થાય છે.
આ સિદ્ધિ મેળવનાર કેડેટસનાં માર્ગદર્શક એન.સી.સી. ઓફિસર પી.એમ.ઘાંઘલા અને પાસ થયેલ કેડેટસને ૮ ગુજરાત બટાલિયનના કર્નલ એસ.પિલાઇ તેમજ કોલેજના ટ્રષ્ટી મંડળ તેમજ સ્ટાફ મેમ્બર્સએ અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ ને બિરદાવી છે. અત્યાર સુધીમાં એચ.એમ.વી. કોલેજના એન.સી.સી. યુનિટના ૩૯ વિદ્યાર્થીઓ આર્મી ફોર્સમાં જોડાયેલ છે
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
