<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પકડાયેલા ૯૦ લાખના દારૂના જથ્‍થા ઉપર રોલર ફેરવાયું

 

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા ગોંડલના પો.અધિ. કે.જી.ઝાલાએ પો.સ્‍ટે.માં રહેલ મુદામાલનો સત્‍વરે યોગ્‍ય નિકાલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.પી.રાવ દ્વારા ગોંડલ તાલુકા પો.સ્‍ટે.માં છેલ્લા ચાર માસમાં પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્‍લીશ દારૂના જથ્‍થાનો કુલ બોટલ નંગ-૧૮,૬૭પ  કી. રૂા. ૯૦,પ૭,૦૬૬ના મુદામાલનો નાશ કરવા કોર્ટની પુર્વ મંજુરી મેળવી સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ ગોંડલ તથા કે.જી.ઝાલાના પો.અધિ.શ્રી ગોંડલ તથા નશાબંધી અધિ. રાજકોટની હાજરીમાં પુરતા પોલીસ બંદોબસ્‍ત સાથે વોરા કોટડા ગામે જવાના રોડ પર આવેલ ગોંડલ સબ જેલ પાછળના ભાગે ખરાબાની સરકારી ખુલ્લી જગ્‍યામાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્‍યો હતો.

(12:04 PM IST)