તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
અમરેલી જીલ્લામાં જુદા જુદા ૮ સ્થળે દેશી દારૂના દરોડાઓઃ બે મહિલા સહિત પાંચ ઝડપાયા
જીલ્લામાં જુદા જુદા સ્થળેએથી એક વાહન ચાલક સહિત ૮ શખ્સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૪: અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા ૮ સ્થળોએ દેશી દારૂના દરોડા પાડી બે મહિલાઓ સહિત પ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
જેમાં રાજુલા, તત્વજયોતિ વિસ્તારમાં અમરેલી એલસીબી પોલિસેપ્રકાશ મનસુખભાઈ સોલંકીને પોતાના રહેણાંક મકાને દેશી દારૂની ભઠી ચલાવી દેશી દારૂ ૫૦ લીટર, આથો ૩૦૦ લીટર, વોસપ લીટર અને ભઠીના સાધનો મળી રૂા. ૧૮,૦૧૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. જયારે રાજુલામરીન પીપાવાવ, અમરેલી સીટી પોલિસદ્વારા કાર્યવાહી હાથધરવામાં આવી હતી.જયારે જીલ્લામાં એક વાહન ચાલક સહિત જુદા જુદા સ્થળોએથી ૮ શખ્સોને નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં પોલિસેજેલના સળીયા પાછળ ધકેલી સરભરા કરી હતી.જેમાં મરીન પીપાવાવ, જાફરાબાદ મરીન, લીલીયા, ધારી, સાવરકુંડલા ટાઉન,પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
