તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
પોરબંદર પોલીસ અને જેસીઆઇ દ્વારા ટ્રાફીક માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ
ટ્રાફીક નિયમ જાગૃતી રેલી નીકળીઃ એક મહિના સુધી વાહનોના ડ્રાઇવરોની હેલ્થ ચેક અપ કેમ્પ, પ્રાથમીક સારવાર કેમ્પ તથા વાહનોમાં રિફલેકટરો લગાડવા સહિત વિવિધ કાર્યક્રમો

પોરબંદર, તા., ૧૪: પોલીસ અને જેસીઆઇ દ્વારા માર્ગ સલામતી માસનો -પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં એક મહિના સુધી રોડ સેફટી માટે યોજાશે જનજાગળતિ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી, ડીવાયએસપી વી.બી.દલવાડી, એઆરટીઓ કુલદીપ જાડેજા, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા વગેરેએ લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ વાહનો અને બાઇક દ્વારા નરસંગ ટેકરીથી રાણીબાગ સુધીના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી જુદા જુદા સ્લોગનો વાળા બેનરના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગળતિનો સંદેશો આપ્યો હતો.
પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત એક મહિના સુધી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી મંથ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક જાગળતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસ.ટી, ઓટો અને સરકારી વાહનોના ડ્રાઇવરોના હેલ્થ ચેકઅપ કેમ્પો, જનજાગળતિ રેલી, બેનર અને પત્રિકા વિતરણ, વાહનોમાં રીફલેક્ટરો લગાવવા, શાળા કોલેજોના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગળતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ માસ દરમિયાનના કાર્યક્રમોમાં પોરબંદરની દરેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ જાગળતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ ટ્રાફિક જાગળતિ રેલીના પ્રસ્થાન સમયે સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જુદીજુદી જ્ઞાતિઓના આગેવાનો, પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઇ કે.એન.અઘેરા, ટ્રાફિક પોલીસની ટિમ તથા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, સેક્રેટરી સમીર ધોયડા અને જેસીઆઇના સભ્યોએ જહેમત ઉઠાવી રહયા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
