<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ધોરાજીમાં દબાણ હટાવ ઝુંબેશ : ૪૦ આસામીઓએ ૧ કરોડ ૩૨ લાખની જમીન પર દબાણ કર્યુ હતું

 

રાજકોટ તા. ૦૪:  ધોરાજી નગરપાલિકા હદ વિસ્‍તારમાં આવતા ત્રણ દરવાજા પોલીસ ચોકીથી નાગરિક બેંક તરફ જતા રસ્‍તા ઉપરની આશરે કુલ-૨૦ આસામીઓ દ્વારા જાહેર જગ્‍યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે ૩૦૦ ચો.વાર જગ્‍યામાં કરેલ દબાણ હટાવવામાં આવ્‍યું હતું. આ ૪૨ લાખની જમીન ખુલ્લી કરાવાઇ હતી.

તદુપરાંત, પોસ્‍ટ ઓફિસ ચોકથી જુના ઉપલેટા રોડ તરફ જતા ફૂટપાથ પર કુલ-૨૦ આસામીઓ દ્વારા જાહેર જગ્‍યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે ૬૦૦ ચો.વાર જગ્‍યામાં દબાણ કરેલ હતું.જે જમીનની અંદાજીત કિંમત રૂ.૯૦,૦૦,૦૦૦ મળી કુલ ૯૦૦ ચો.વાર જગ્‍યા પરના આશરે રૂ.૧,૩૨,૦૦,૦૦૦ ના ગેરકાયદેસરનાં દબાણો અધિકારીશ્રી નાગાજણ એમ.તરખાલા, ધોરાજી મામલતદારશ્રી બી.વી.ગોંડલિયા, ચીફ ઓફિસરશ્રી જયમલ મોઢવાડિયા, જુનિયર નગર નિયોજકશ્રી સંજયભાઇ બગડા તથા મ્‍યુનિસિલ ઇજનેરશ્રી નિલેશ ભેડા દ્વારા દબાણ દુર કરવામાં આવ્‍યા હતા.

(1:44 PM IST)