તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
મોરબીઃ રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારીશું: મ્યુનિસિપલ કમિશનર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૪ મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરેએ ગઈકાલે ચાર્જ સંભાળી લીધો હતો . તેઓએ પહેલા પહેલા રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારી ત્યારબાદ આગળની સેવાઓનો વ્યાપ વધારવામાં આવશે તેવું જાહેર કર્યું હતુ
સ્વપિ્નલ ખરેએ જણાવ્યુ હતુ કે, રાજકોટ મહાપાલિકામાં એક વર્ષ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી છે. જે અનુભવનો મહત્તમ યુઝ થઈ શકશે. પાલિકાથી મહાપાલિકા બનવાની પ્રક્રિયામાં ઘણી પ્રોસેસ કરવી પડે છે. વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર કે જેમની વહીવટદાર તરીકે નિમણુંક કરાઈ છે જરૂર પડ્યે તેમની પણ મદદ લઈશું.ઘણી સેવા એવી છે કે પાલિકામાં અપાતી નથી તે મહાપાલિકામાં લોકોને મળશે. તેઓએ ઉમેર્યું કે પહેલા પ્રાથમિક સુવિધાઓ છે. તેનું સ્તર લોકોની અપેક્ષા મુજબ પહોચાડીશુ. બાદમાં અન્ય વધારાની સેવાઓ અને સવલતો ઉપર ધ્યાન દેવાશે. અમુક સુવિધાઓ એક-બે દિવસ કે અઠવાડિયામાં ન ઉભી થાય. થોડા દિવસો થશે.
અમુક અધિકારીઓની નિમણુંક સરકાર કક્ષાએ તથા અમારા દ્વારા થશે. પૂરતું મહેકમ નિયમ અનુસાર ઉભું કરવામાં આવશે.મહાપાલિકામાં શરૂઆતમાં ઘણા ચેલેન્જ આવશે. લોકો પાસેથી અપેક્ષા છે કે સહકાર આપે. લોકો રોડ ઉપર ગંદકી ન કરે. મોરબી મહાપાલિકા તંત્ર સ્વચ્છતાને લઈને પૂરતા પ્રયાસો કરશે. લોકો પણ જ્યાં ત્યાં ગંદકી ન કરી મહાપાલિકાને સહયોગ આપે.
મ્યુનિસિપલ કમિશનરે મોરબી શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. પણ મહાપાલિકાના ગ્રાઉન્ડમાં જ કચરાના ઢગલા ખડકાયેલા હોય, મહાપાલિકા દ્વારા પહેલા કચેરીમાંથી જ સફાઈ શરૂ કરી છે. આમ મહાપાલિકા થતા જ તંત્રમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવે શહેરીજનોને આશા છે કે આવી રીતે સમગ્ર શહેરમાં પણ સફાઈ ઉપર ભાર મૂકવામાં આવે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
