News of Saturday, 4th January 2025
કચ્છના ગોધરામાં યુવતીની નિર્મમ હત્યા કરનારને ફાંસી આપો: ભુજમાં મૌન રેલી : જુઓ વિડિઓ
સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત દરેક સમાજના લોકો જોડાયા, ક્લેક્ટરને અપાયું આવેદન પત્ર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : કચ્છના માંડવી તા.ના ગોધરા ગામે એક તરફી પ્રેમમાં કરાયેલ હત્યા સંદર્ભે ભુજમાં મૌન રેલી યોજી હત્યારાને કડક સજા કરવા માંગ કરાઈ છે. મૃતક યુવતી ગૌરી ગરવાને ન્યાય અપાવવા તેમજ ગરવા સમાજની દિકરીને બહેરેમીથી રહેંસી ક્રૂર હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા કરવા આવેદન પત્ર અપાયું હતું. સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત વિશાળ સંખ્યામાં સર્વ સમાજના લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં સાધુ સંતો પણ જોડાયા હતા. બેનર સાથે વિશાળ રેલી યોજી કચ્છ કલેકટર ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરાઈ હતી.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
