<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

લધુતમ તાપમાનનો પારો ઉચો ચડતા ઠંડીમાં ઘટાડો યથાવત

રાજકોટ, તા. ૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર, કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો થયાવત છે. નલીયામાં ૯ ડિગ્રી, રાજકોટમાં ૧૪.ર ડિગ્રી, જામનગરમાં ૧૪ ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયુ છે.

આ ઉપરાંત અમરેલી ૧પ.પ, ભુજ ૧૩.૪, દ્વારકામાં ૧૮.૮ ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયુ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લધુતમ તાપમાન ૧૪, મહતમ તાપમાન ર૮, ભેજનું પ્રમાણ ૯૩%, પવનની ગતી ર.૯ કિ.મી. રહી હતી.

(3:12 PM IST)