તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
અમરેલી લેટરકાંડ: મુખ્ય આરોપી મનિષ વઘાસિયા સહિત ત્રણેય આરોપીઓની જામીન અરજી નામંજૂર
ત્રણેય આરોપીઓને લાંબા સમય માટે જેલમાં રહેવું પડે તેવી શક્યતા

અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે ફરતા કરાયેલા બોગસ લેટરકાંડ મામલે મુખ્ય આરોપી મનિષ વઘાસિયા સહિત 3 આરોપીઓએ કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જેથી આ ત્રણેય આરોપીઓને લાંબા સમય માટે જેલમાં રહેવું પડે તેવી શક્યતા જોવાઈ રહી છે.
આ લેટરકાંડમાં મુખ્ય આરોપી મનિષ વઘાસિયાની ઑફિસમાં કૉમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતી પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી ઉપરાંત અશોક માંગરોળિયા, જીતુભાઈ ખાત્રા મળીને 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શનના નામે પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢવામાં આવ્યું હતુ.
આ મુદ્દે ભારે વિવાદ ચગ્યો હતો. કોંગ્રેસ ઉપરાંત પાટીદાર સમાજના અગ્રણીઓએ પોલીસની કાર્યવાહીને વખોડી હતી અને યુવતીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતુ. જેથી સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જેના પગલે ગઈકાલે સાંજે સેશન્સ કોર્ટ દ્વારા પાયલ ગોટીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
5 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ ગઈકાલે સાંજે બહાર આવેલી પાટીદાર યુવતીને તેડવા માટે તેના પરિવારજનો પહોંચ્યા હતા. પાયલ બહાર આવતા જ જેલ બહાર ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા.આ સમયે પાયલે રડતા-રડતા એટલું જ બોલી શકી હતી કે, સત્યમેવ જયતે…
જે બાદ આજે મુખ્ય આરોપી મનિષ વઘાસિયા, અશોક માંગરોળિયા અને જીતુ ખાત્રાએ પણ અમરેલી કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે કોર્ટે ત્રણેય આરોપીના જામીન ફગાવી દીધા છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
