તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
મોરબીના જુના રફાળેશ્વર નજીક ડેમુ ટ્રેન હડફેટે તરુણનું મોત.
રેલ્વે ટ્રેક ક્રોસ કરતો હોય દરમિયાન ડેમુ ટ્રેન આવી જતા અકસ્માતે તેનું મૃત્યુ નીપજ્યું

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના જુના રફાળેશ્વર ગામ રોડ પર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા તરુણનું મૃત્યું નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મચ્છોનગરમાં રહેતો દર્શનભાઈ પીતાંબરભાઈ ઝાલા (ઉ.૧૩) જુના રફાળેશ્વર રોડ રેલ્વે ટ્રેક પર કોઈ કારણોસર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ એ એચ પરમાર ચલાવી રહ્યા છે તો પ્રાથમિક સુત્રોમાંથી માહિતી મળી હતી કે દર્શન રેલ્વે ટ્રેક ક્રોસ કરતો હોય દરમિયાન ડેમુ ટ્રેન આવી જતા અકસ્માતે તેનું મૃત્યુ નીપજ્યું હતું જો કે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
