<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૧મા પદવીદાન સમારોહમાં કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા

આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત અને રાષ્ટ્રના કૃષિ વિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર:આણંદ કૃષિ  યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ પદવીદાન સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના ૫૮૦ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા ૪૩ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલએ શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા અને શ્રેષ્ઠ વિસ્તરણકર્તાનું બહુમાન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્બોધન કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે સ્નાતક-અનુસ્નાતકની પદવી અને ચંદ્રકો મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, શિક્ષિત યુવા તરીકેનું વિદ્યાર્થીઓનું પ્રદાન સમાજ અને દેશના સામાજિક વાતાવરણમાં પણ અવશ્ય પ્રતિબિંબિત થવું જોઈએ. પદવી મેળવીને સારી નોકરી મેળવવી કે કારકિર્દીનું ઘડતર કરવા સાથે યુવાનો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પણ નિભાવે તે જરૂરી છે.
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે બાયોટેકનોલોજી, આઈટી, સ્ટુડન્ટ સ્ટાર્ટ- અપ એન્ડ ઇનોવેશન સહિત ૧૧ જેટલી મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે.
   ભારત સરકારના સ્ટાર્ટ-અપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા ચાર વર્ષોથી દેશભર સતત પ્રથમ સ્થાને રહ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનું એએયુ ઇન્કયુબેશન સેન્ટર કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના સ્ટાર્ટઅપ માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે, તેમ જણાવી કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેશે. આ સંસ્થાએ ગુજરાત અને રાષ્ટ્રના કૃષિ વિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
તેમણે ગુજરાતમાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ એ વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતાનું પરિણામ છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, ઉત્તમ સિંચાઈ વ્યવસ્થાપન, સૂક્ષ્મ સિંચાઈ અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા જેવી યોજનાઓએ ગુજરાતને પાણીદાર પ્રદેશ બનાવ્યો છે. કૃષિમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ સહિતની ટેકનોલોજીનો પ્રયોગ પ્રધાનમંત્રીની પ્રોત્સાહક નીતિનું પરિણામ છે.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, "વિના સહકાર નહિ ઉધ્ધાર", "સૌનો સાથ સૌનો વિકાસ"ની સહકારિતાની ભાવના આપણા સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે. "સહકારથી સમૃદ્ધિ"ના સૂત્ર સાથે સહકાર ક્ષેત્રે આગળ વધવાના કાર્ય મંત્ર સાથે સરકાર સહકારી ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા કાર્ય કરી રહી છે

(11:25 PM IST)