News of Monday, 6th January 2025
ખોડલધામની પ્રવૃતિઓને વિસ્તારવા માટે નરેશ પટેલની સાથે સમાજ શ્રેષ્ઠીઓનો સંઘ કાગવડથી સોમનાથ પગપાળા પહોંચ્યો
સમાજ શ્રેષ્ઠીઓના સંઘને ગામોગામ આવકારી સમાજના ઉત્થાન માટે સમાજ સભાઓ યોજવામાં આવેલ જ્જ મહિલાઓ પગભર થાય તે માટે ખોડલધામમાં આપવામા આવતી તાલીમો માટે મહિલા મંડળ સાથે વિચારગોષ્ટી કરી જ્જ સમાજ લક્ષી યોજનાઓના પ્રચાર અને પ્રસાર માટે દરેક પ્રાંતમા યુવાનોની ભરતી કરી યુવા ટીમો તૈનાત કરવામા આવી જ્જ સમાજના યુવાનો વ્યસનને ત્યજીને શૈક્ષણિક ક્ષેત્રે પારંગત બને તે માટે સેમિનારો ગોઠવીને વિષય તજજ્ઞ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડેલ

રાજકોટ : ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ, શિવરાજભાઈ પટેલ સહિત ધાનુરાગી સમાજ શ્રેષ્ઠીઓ અને પાટીદાર ભામાશાઓનો સંઘ ખોડલધામ કાગવડમાં બિરાજમાન મા ખોડલની પ્રાતઃ આરતી પૂજા કરી નવલા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પગપાળા જવા સંઘ રવાના થયેલ ત્યારે આરતી સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ધર્માનુરાગી માં ખોડલ ભક્તોએ ‘જય માં ખોડલ, હર હર મહાદેવ'ના નારાઓ લગાવી પગપાળા જતા સંઘને વિદાઈ આપી ત્યારે દિવ્ય અને અલૌકિક વાતાવરણની અનુભૂતિ થયેલ હતી.
સંઘ દ્વારા કરવામાં આવેલ આ પદ યાત્રાનો હેતુ માત્ર ધાર્મિક પૂરતો સિમીત ના હતો પરંતુ સમાજની એકતા અને સમાજની સમસ્યાઓના નિવારણ માટે યોગ્ય -શિક્ષણ તેમજ સેમિનારો યોજીને સમાજના લાભાર્થીઓને પ્રશિક્ષીત કર્યા હતા. એટલુ જ નહીં, ગામોગામ સમાજના યુવાનો વ્યસની ન બને તેની જાગળતતા લાવવા માટે યુવાસભાઓ ગોઠવવામાં આવેલ હતી. તેમજ ખોડલધામના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવા માટે ગામોગામ યુવા કાર્યકરોની ટુકડીઓ બનાવવામા આવેલ.
ખોડલધામથી સોમનાથ જતા સંઘને ગામોગામ ધુન મંડળીઓ મધુર કંઠે ધુન કિર્તનના ગાયન સાથે આગતા સ્વાગતા કરી પદયાત્રામાં ધર્માનુરાગીઓ અને સમાજશ્રેષ્ઠીઓ જોડાતા ગયા હતા. પદયાત્રા દરમ્યાન સમાજના નબળા અને પિડીત વર્ગના સ્તર ઊંચુ લઈ જવા માટે તેમજ શૈક્ષણિક રીતે યુવાનોને સક્ષમ કરવા માટેના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવેલ ત્યારે ગામોગામથી અનેક સકારાત્મક સુચનો કરવામાં આવેલ, તેને નોંધ લઈ તેની અમલવારી માટે વ્યવસ્થા કરવાનો દ્રઢ નિヘય કરવામાં આવેલ હતો.
સમાજની દિકરીઓ આર્થિક રીતે પગભર થાય અને નિડર બને તે હેતુ માટે ખોડલધામ દ્વારા આપવામાં આવતી તાલીમો માટે મહિલા મંડળ સાથે વિચારગોષ્ટી કરીને તાલીમો સંદર્ભે નવા વિષયો ઉમેરવા માટે સુચન માંગવામાં આવેલ હતા અને બહેનોએ ઉત્સાહભેર સુચનો પ્રદાન કરેલ તે સુચનોની નોંધ લઈ તેની અમલવારી કરવા માટે ખોડલધામ સંચાલિત મહિલા મંડળને સોંપવાનો નિર્ણય કરવામાં આવેલ.
પાંચ દિવસની ધાર્મિક સહ સામાજીક ઉત્થાન માટેની પદયાત્રાના આજે ચોથા દિવસે સમાજશ્રેષ્ઠીઓને સંઘ સોમનાથ પહોંચશે, જયા ખોડલધામ નિર્માત અતિથી ગળહમાં રાતવાસો કરી અતિથી ગળહમા અપાતી સુવિધા અને સેવાઓની સમિક્ષા કરશે, તેમજ અતિથીઓને વધુને વધુ સગવડતાઓ પ્રદાન થાય તે બાબતે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે વિચાર વિમર્શ કરીને યોગ્ય નિર્ણયો કરવામા આવશે.
આવતીકાલે સોમનાથ મહાદેવની આરતી પુજા-અર્ચના કરી ધ્વજા રોહણનો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ સંપન્ન કરી પદ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
આગામી સમયમાં સમાજશ્રેષ્ઠિઓ અને સમાજના ભામાશાઓ અન્ય વિસ્તારોની મુલાકાત લઈ જ્ઞાતિ સંગઠનને વધુ મજબુત બનાવવા માટે પદયાત્રા કરશે અને જ્ઞાતિના ઉત્થાન માટે યુવા કાર્યકરોના સંગઠનને વિસ્તારવામા આવશે, જેથી સમાજલક્ષી કાર્યોની અમલવારી કરવામા સરળતા રહેશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
