તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
દ્વારકા જિલ્લાના શિવરાજપુર-બીચ ખાતે તા. ૧૩મીએ પતંગ મહોત્સવ
કલેકટર જી. ટી. પંડયાની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીની બેઠક

દ્વારકા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧૩ ના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુષાંગિક અન્ય વ્યવસ્થા કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કળતિક કાર્યક્રમની પ્રસ્તળતિ, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, ર્પાકિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, સહિતની બાબત સુનિヘતિ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એચ.એ.જોશી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
