News of Monday, 6th January 2025
રાષ્ટ્રકથા શિબીર વડાપ્રધાનના સ્વપ્નનું ‘એક ભારત, શ્રેષ્ઠ' ના સ્વપ્ન સાકાર કરે છેઃ ભૂપેન્દ્રભાઇઃ જીવન એક યુધ્ધ છે. જીવનના ધ્યેયને દ્રઢતાથી વળગી રહેવા સંકલ્પબધ્ધ થાવઃ ધર્મબંધુજીની હાકલ
સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા ૨૫મી રાષ્ટ્રકથા શિબીરનો વિરામ : દિકરા-દિકરીઓ વચ્ચે ભેદ ના રાખતા, જીંદગીની પરીક્ષામાં કયારેય હતાશા ન પામે તેનું ધ્યાન રાખજો : ‘‘શકિતમાન'' મુકેશ ખન્ના : મંગળ ઉપર યાન ઉતારવુ, અંતરીક્ષમાં સ્પેર સ્ટેશનની સ્થાપના કરીને માણસોની વસાહત તથા અનાજ ઉગાડવાની શકયતાઓની ચકાસણી : ઇસરોના અધ્યક્ષ અને વૈજ્ઞાનિક ડો. એસ. સોમનાથ : સદગુણો ધારણ કર્યા હશે તો ગમે તેવી અણધારી ઘટનાઓ પણ તમે શાંતિથી સામનો કરીઃ સંરક્ષણ સચિવ સુશ્રી દિપ્તિ મોહન ચાવલા

પ્રાંસલા,: ઉપલેટા તાલુકાના અંતરિયાળ પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત રાષ્ટ્રકથા શિબીરના દિવસના સત્રને પ્રેરક સંબોધન કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભારત સરકારના અધિક સંરક્ષણ સચિવ સુશ્રી દિપ્તિ મોહન ચાવલા, વૈજ્ઞાનિક સુનિલસિંઘ, દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સી.ડી. સિંઘ, નેવીના વાઇસ એડમિરલ રાજેશ ધનખડજી ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રકથા શિબિરના આયોજન અને ઉદ્દેશથી પ્રભાવિત થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ જણાવ્યું હતું કે, અધ્યાત્મ ક્ષેત્રની અનેક કથાઓ વિશે જાણ્યું છે. પરતુ વડાપ્રધાનના એક ભારત, શ્રેષ્ઠના સ્વપ્નને અનુરૂપ ભારતના વિવિધ રાજયોમાંથી યુવાપેઢીને એક જ સ્થળે એકઠા કરીને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર સિંચવાના પ્રયાસ અને એ પણ બે દાયકાથી અંતરિયાળ વિસ્તારમાં થતું હોય એવી આ એક માત્ર પાવનભૂમિ છે.
વધુમાં તેમણે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સંવિધાન સ્વીકાર દિવસના અમળત મહોત્સવ, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના જન્મ શતાબ્દી વર્ષ, સરદાર પટેલ તેમજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવીને યુવા પેઢીમાં રાષ્ટ્રભાવ પેદા થાય, સહુ ભેદભાવ નિવારી, સાથે મળીને રહે અને સાથે મળીને વિકસિત થાય એવા પ્રયાસો કરીશું.
શિબિરાર્થીઓને તેમણે જણાવ્યું હતું કે, તમારા દરેક કાર્યને રાષ્ટ્રહિતની નજરે કરશો તો અત્યારથી જ તમે રાષ્ટ્ર માટે યોગદાનકર્તા બની શકો છો જેમ કે, વડાપ્રધાનશ્રીની અપીલ અનુસાર એક પેડ મા કે નામને અનુરૂપ વળક્ષારોપણ કરીને પર્યાવરણમાં યોગદાન આપી શકો, પ્લાસ્ટીક રિસાયક્લ વિશે જાગળતિ લાવો, પાની તેમજ વીજળીની બચત માટે સ્વયં કરો અને અન્ય માટે ઉદાહરણકર્તા બનો તેવો અનુરોધ કર્યો હતો.
શિબિરના સ્વપ્ન દ્રષ્ટા સ્વામી ધર્મબંધૂજીએ શિબિરાર્થીઓને જણાવ્યું હતું કે, જીવન એક યુધ્ધ છે. જેને જીતવા માટે સૌથી પ્રથમ તમારે જીવનના ધ્યેયની પસંદગી કરવાની છે. જીવનના ધ્યેયની પસંદગી માટે ખૂબ વિચાર કરીને પછી નિર્ણય લેવા પરતુ એકવાર પસંદગી કરી લીધા પછી તેને દ્રઢતાથી વળગી રહેવા સંકલ્પબધ્ધ રહેવું.
જીવનના ધ્યેયની પસંદગી પછી તેની પ્રાપ્તિ માટે આયોજન કરો. આયોજનની મહત્તા વિશે તેમણે કહ્યું હતું કે, બીજા વિશ્વયુધ્ધના વિજેતા જર્મન ફિલ્ડ માર્શલ મોન્ટ ગોમેરીએ કહ્યું છે, સારી રીતે આયોજન કરવું એ અડધું યુધ્ધ જીતવા બરાબર છે. આથી તમે જીવનના આગામી ૧ ૦ વર્ષ શું કરવા ઇરછો છે તેનું આયોજન અને તૈયારી અત્યારથી જ આરભી દો.
તમારા આયોજનને ગુપ્ત અને સુરક્ષિત રાખો. જો તમે તેને જાહેર કરી દેશો તો તમારા હિતશત્રુઓ દ્વારા તમારા માર્ગમાં અંતરાયો ઉભા કરશે. આ પ્રસંગે તેમણે ચાણકયના સુત્રને ટાંકીને કહ્યું હતું, શત્રુથી સાવધાન રહો, પરતુ મિત્રથી શત્રુ કરતાં પણ વધુ સાવધાન રહો. અબ્રાહમ લિંકન પણ કહ્યું છે, જે તમારા મિત્ર હોય છે એ જ ભવિષ્યમાં વધુ નુકશાનકર્તા શત્રુ બને છે. જરૂર પડે તમારી યોજનાને સ્થળ કાળની પરિસ્થિતીને અનુરૂપ થોડા ફેરફાર કરવાની સ્થિતીસ્થાપકતા રાખો.
સહુની સાથે સાંમજસ્ય રાખીને તમારા કાર્યમાં આગળ વધો. કોઇની અવગણના કે કોઇનું અપમાન ના કરો. તમારી અંદર નેતળત્વ શક્તિના ગુણ વિકસાવો. આ સાથે નૈતિક્તા, સાતત્યતા, સ્વયંશિસ્ત વિગેરે સદગુણો ધારણ કરો. ખુબ શાંત રીતે તમારા કાર્યને ખંતથી કરતા રહો કે, જયારે તે સિધ્ધીની પ્રાપ્તિ થાય ત્યારે સહુ અંચબિત રહી જાય.
ભારત સરકારના અધિક સંરક્ષણ સચિવ સુશ્રી દિપ્તિ મોહન ચાવલાએ શિબિરાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપતા
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ૭ શબ્દોનું સુત્ર કમ્પેસન, કરેજ, ક્રીએટીવીટી, કન્ટીન્યુઅસ હાર્ડવર્ક, ઇન્ટીગ્રીટી, સેલ્ફ ડીસીપ્લીન, રેગીલીયન્સ વિશે છણાવટ કરી હતી.
અર્થાત જીવનમાં સફળ થવા માટે દરેક પ્રત્યે અનુકંપા દાખવો, નીડરતા રાખો, નવું વિચારવું, નિરતર પ્રયાસ જાળવી રાખો, સત્યનિષ્ઠા, સ્વયં અનુશાસિત રહેવું અને જીવન અનિશ્વચિતતાઓથી ભરપુર છે એટલે ગમે ત્યારે નવા પડકારો આવશે. પરતુ ઉપરના સદગુણો ધારણ કર્યા હશે તો ગમે તેવી અણધારી ઘટનાનો પણ તમે શાંતિથી સામનો કરી શકશો.
નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓશિયોનોલોજીના વૈજ્ઞાનિક ડો. સુનિલ સિંઘ એ જણાવેલ કે, વિકસિત થવું હશે તો વિજ્ઞાનનો વ્યાપ વધારવો પડ્શે. અત્યારે માત્ર બે લાખ વૈજ્ઞાનિકો જ કાર્યરત છે. વધુ સંશોધન કરવા, ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે શિબિરાર્થીઓને તેમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં વધુ પ્રવેશવા અનુરોધ કર્યો હતો.
સમુદ્રના આપણા જીવનમાં રહેલ મહત્વને દર્શાવતા જણાવેલ કે, આપણે ૫૦ % ઓકસિજન , ૯૦ મિલિયન સી કુડ અને વિશ્વભરનો વેપાર સમુદ્રમાર્ગે કરીએ છીએ. પરતુ જળવાયુ પરિવર્તનની ગંભીર અસરોને ખાળવા માટે કાર્બન ડાયોકસાઇડ ઘટાડવા સમુદ્ર પર સોલાર પેનલથી વિજળી ઉત્પાદન કરવા પર ભાર મુકયો હતો.
સુપ્રિમ કોર્ટના નિવળત જસ્ટીસ દિનેશ મહેશ્વરીએ હંમેશા સ્વયંની પ્રશંસા કરવી કે કરાવવી એ સ્વયંને વિકસિત થવાના
રાહમાંથી સ્વયંને આગમાં સ્વાહા કરાવનારી લેખાવી હતી.
વધુમાં સંવિધાનના અમળત મહોત્સવને અનુલક્ષીને જણાવેલ કે, સંવિધાનના ચાર સિધ્ધાંતો છે સ્વતંત્ર્તા, સમાનતા,
ન્યાયઅને બંધુતા. ડો.આંબેડકર દ્રારા સુચવાયેલ બંધુતાના સિધ્ધાંતને અનુસરીને સહુ સાથે મળીને ભાઇચારાથી રહે એવો
અનુરોધ કર્યો હતો.
રાજયના લાંચ રૂશ્વત વિભાગના ડીજી સમશેરસિંધએ સ્વયંના ગ્રામ્ય પળષ્ઠભૂમિ ધરાવતા બાળપણમાંથી કેવી રીતે
અભ્યાસ કરીને આગળ આવ્યા તેના પ્રેરણાદાયી પ્રસંગો રજુ કરીને હમેશા પોતાના પર વિશ્વાસ રાખો, અન્યાય સામેની લડતથી જ તાકાત વિકસે છે તેમ સમજાવેલ.
અયોધ્યાના ધારાસભ્ય અભયસિંઘએ આપણે ત્યાં સરેરાશ ૬૦ % જેટલું મતદાન થાય છે એટલે ૪૦ % મત મેળવનાર ૧૦૦ % પ્રજાજનોના નિર્ણયો કરે છે એમ સમજાવીને ગમે તેવા ટાઢ, તડકા કે વરસાદની પરવા કર્યા વિના ૧૦૦ % મતદાન કરવા જણાવેલ. રાજનીતિ દ્વારા જ સહુની નોકરી, કામધંધા, ખોરાક, આવા વિગેરેના નિર્ણય લેવાતા હોય સહુને રાજનીતિની ટીકા કર્યા વિના રાજનીતિમાં ઝંપલાવવા આહવાન કર્યું હતું. અન્યથા અશિક્ષિત કે ગુનાખોરોથી શાસિત થવું પડ્શે.
દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સી.ડી. સિંઘએ રાષ્ટ્રકથા શિબિરને રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણનો મહાયજ્ઞ લેખાવ્યો હતો.
નેવીના વાઇસ એડમિરલ રાજેશ ધનખડજી એ તેમના પ્રેરણાદાયી પ્રવચનમાં એ INSPIRATION શબ્દના એક એક અક્ષરને વિસ્તારથી સમજાવેલ.
સ્વામી ધર્મબંધુજીએ શિબીરાર્થીઓને રોજ રાત્રે સુતા પહેલા આત્માવલોકન કરવાની શીખ આપી હતી કે, આજે મારાથી કોઇ ભુલ તો નથી થઇ ? આથી તમે સ્વયંથી શીખવાની અને સ્વયંને પારખવાની ક્ષમતા પામશો જે તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. સમુહથી અલગ હોય પરંતુ તમને જે સત્ય લાગતું હોય તે કરવાનું આત્મબળ પેદા કરે છે. નીડર રહો, જે અભય નથી તેને જીવવાનો હક નથી.
ઇસરોના વર્તમાન અધ્યક્ષઅને વૈજ્ઞાનિક ડૉ. એસ.સોમનાથ દ્વારા ઇસરોની વૈશ્વિક સ્તરે ગૌરવાન્વિત કરતી ઉપલબ્ધિઓ જેવી કે, ચંદ્ર ઉપર દક્ષિણ વિસ્તારમાં વિશ્વમાં સૌપ્રથમ વાર ચંદ્રયાનનું ઉતરાણ, સેટેલાઇટ સહિતના ક્ષેત્રોમાં ભારતની આત્મનિર્ભરતા વિશે માહિતી આપી હતી. વધુમાં સાંપ્રત સમયમાં થઇ રહેલા સંશોધનોની માહિતી આપતા જણાવેલ કે, ઇસરોની વિવિધ શાખાઓ વિવિધ ક્ષેત્રે સંશોધનોમાં વ્યસ્ત છે અને રાષ્ટ્રનીઆઝાદીના શતાબ્દી વર્ષની ઉજવણી પૂર્વે મંગળ ઉપર યાન ઉતરાવું, અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશનની સ્થાપના કરીને માણસોની વસાહત કરવાની તેમજ અનાજ ઉગાડવાની શકયતાઓ ચકાસાઇ રહી છે.
ભારતના પ્રથમ યૌગિક સુપર હિરો શક્તિમાનઁ મુકેશ ખન્ના શિબિરાર્થીઓને જણાવેલ કે, આજે તમે શીખવાની ઉમરમાંથી પસાર થઇ રહ્યા છો ત્યારે શરીરને મંદિર સમજીને તેની ખરાબ વિચારો કે વ્યસનોથી દુષિત ના થાય અને તેની પવિત્રતા જાળવજો. તેમણે વાલીઓને અનુરોધ કર્યો હતો કે, દિકરા- દિકરીઓ વચ્ચે ભેદ ના રાખતા તેના ઘરના દરેક કામ સોંપો, તે ભલે શાળાની પરિક્ષામાં નંબરમાં પાછળ રહી જાય પરંતુ તેનું એવું ઘડતર કરો કે, જિંદગીની પરિક્ષામાં કયારેય હતાશા ના પામે. વધુમાં અત્રે જે શીખવાડવામાં આવેલ છે તેને પ્રમાણિકતથી
આચરણમાં લાવજો કે તમારી શાળા અને ગામમાં સહુ તમને આદર્શ માને. તેમણે જણાવેલ કે, એવા જ ફિલ્મ ટીવી સિરીયલો બનાવો જેમાંથી હકારાત્મક સંદેશો નીપજતો હોય. પોરબંદરના કલેકટર એસ. ડી.ધાનાણી, કર્મશીલ દિનેશ પરમાર, લાતુરથી આવેલ કેળવણીકાર શિવાજી પાટીલ, મણીપુરથી આવેલ
મોહિન્દ્રુજી એ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
અહેવાલઃ
-દિનેશ પરમાર
તસ્વીરોઃ
-રસીક જોષી
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
