તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th January 2025
શ્રી સોમનાથ મહાદેવના દર્શને મુકેશ અંબાણી- અનંત અંબાણીઃ સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરી

વેરાવળઃ ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ અંબાણી તથા તેમના પુત્ર અનંતભાઇ અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર સેવા આપી રહ્યા છે. તેઓ પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા. શ્રી સોમનાથ મંદિરમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યોં હતો. આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી હતી. આ તકે મુકેશભાઈ અંબાણી અને અનંતભાઈ અંબાણીએ શ્રી સોમનાથ મહાદેવની ‘‘શ્રી સોમેશ્વર મહાપૂજા'' તેમજ ‘‘ધ્વજાપૂજા''નો સંકલ્પ લીધો હતો. તેમણે સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ તકે તેમણે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન દક્ષિણ ધ્રુવ દિશા સૂચક સ્તંભના દર્શન કરીને ભારતના ઐતિહાસિક અને ભૌતિક વારસાના પ્રતિ સમ્માન અને અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબેએ શ્રી સોમનાથ મહાદેવનું સ્મળતિ ચિત્ર અને પ્રસાદ અર્પણ કરી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. (તસ્વીર- અહેવાલઃ દિપક કક્કડ- વેરાવળ)(
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
