<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ઉતરના પવનો આવતીકાલથી ગુજરાતને ધ્રુજાવશે

મકરસંક્રાતિએ ટાઢમાં રાહત વરસાદી માવઠાની સંભાવના?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૬: ઉતરના જમ્‍મુ કાશ્‍મીર સહિતના વિસ્‍તારોમાંથી નવુ ડબલ્‍યુ ડી પસાર થઇ જતા આવતીકાલથી દેશના અડધાથી વધુ વિસ્‍તારના રાજયોમાં ઉતરના ઠંડાગાર પવનો છેક મહારાષ્‍ટ્ર સુધી પ્રભાવ વર્તાવશે પરિણામે તાપમાનનો પારો સડસડાટ નીચો જઇ ઠંડીનો પ્રભાવ વધારશે. સ્‍કાયમેટના વર્તારા મુજબ આ ઠંડીનો રાઉન્‍ડ વધુ ઘેરો રહેશે. અને આગામી ૧૩-૧૪ જાન્‍યુઆરીએ ફરી નવુ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સ્‍ટ્રોંગ હોઇ, તે પંજાબ-હરિયાણા અને રાજસ્‍થાનના અમુક હિસ્‍સામાં પણ વરસાદ વરસાવી શકે છે. સ્‍કાયમેટના વીસી મહેશ પલાવત અનુસાર ગુજરાતમાં મકરસંક્રાંતિ સમયે નવા ડબલ્‍યુ ડીના આગમનને કારણે કદાચ ગુજરાતમાં ટાઢમાં રાહત રહે પણ વરસાદ અંગે હજુ કંઇ સ્‍પષ્‍ટ કહી શકાય નહીં.

(2:21 PM IST)