<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અને મુન્‍દ્રા પોલીસે રાત્રે કડકડતી ટાઢમાં મધદરીયે ડૂબતી બોટમાં દ્વારકાના પાંચ માછીમારોને બચાવ્‍યા

દ્વારકાની બોટ ‘નૂર-એ-શકુર' માં રાત્રિ દરમ્‍યાન કોઈ કારણોસર યાંત્રિક ખામીને કારણે ડૂબી જવાની દહેશત સર્જાઈ'તી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.,૬ : મુન્‍દ્રાના દરિયામાં માછીમારી કરતી દેવભૂમિ દ્વારકાની બોટ ‘નૂર-એ-શકુર'માં રાત્રિ દરમ્‍યાન કોઈ કારણોસર યાંત્રિક ખામીને કારણે ડૂબી જવાની દહેશત સર્જાઈ હતી. આ અંગે અંદર રહેલા પાંચ ખલાસીઓ ઉપર ડૂબી જવાના ભય સાથે મોતનું જોખમ સર્જાયું હતું. આ અંગેની જાણ બોટ માલિક દ્વારા મરીન પોલીસને થતાં મુન્‍દ્રા મરીન પોલીસની દરિયામાં પેટ્રોલિંગ કરતી ઈન્‍ટરસેપ્‍ટર ટીમ તેમની મદદે પહોંચી ગઈ હતી. આ અંગે મુન્‍દ્રા અદાણી પોર્ટના મરીન કંટ્રોલને પણ જાણ કરાઈ હતી. જોકે, મુન્‍દ્રા મરીન પીઆઈ પી.કે. રાડા અને ટીમ સમયસર મદદે પહોંચી ગઈ હતી અને બોટમાં રહેલા દેવભૂમિ દ્વારકાના સલાયાના પાંચ માછીમાર (૧) સિદ્દીક મુસા ભાયા (૨) મહેબૂબ દાઉદ સંઘાર (૩) વાલીમામદ હુસેન આગરીયા (૪) અજીઝ કાસમ ચાબા (૫) અકબર ઇલિયાસ ભોકલ ને બચાવી લીધા હતા. સલાયાથી દરિયો ખેડવા નીકળેલા પાંચેય માછીમારોએ પોલીસ પ્રત્‍યે જીવ બચાવવા બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. રેસ્‍કયુ બાદ બોટએ દરિયામાં જળ સમાધિ લીધી હતી. (તસ્‍વીરઃ રાજ સંઘવી, મુન્‍દ્રા)

(12:13 PM IST)