<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

મોટી પાનેલીમાં પત્રકાર-એજન્‍ટ ભરતભાઇ પાબારીના પુત્રનું અવસાનઃ બહેને કાંધ અને અગિ્નદાહ આપ્‍યો

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ના દિવ્‍ય ભાસ્‍કર સમાચાર પત્રના એજન્‍ટ ભરતભાઈ પાબારીનો  યુવાન દીકરો સાવનકુમાર પાબારી ઉ. વર્ષ ત્રીસ નું આજરોજ ગંભીર બીમારી સબબ અવસાન થતા પરિવાર માં શોકનું મોજું છવાયું હતું પાનેલીના દિવ્‍ય ભાસ્‍કરના એજન્‍ટ લોહાણા સમાજના શ્રી ભરતભાઈ પાબારીના એકના એક દીકરા ને જન્‍મથી થેલેસેમિયા ની બીમારી હોય ભરતભાઈ અને તેમના પત્‍ની એ જન્‍મ થી જ દીકરાની ખુબ સાર સાંભળ રાખેલ હતી નાનપણ માં  અવાર નવાર બ્‍લડ ચેન્‍જ કરવા માટે હોસ્‍પિટલ લઇ જઈ દીકરા માટે પોતાના કામધંધો છોડી ને ખુબ ધ્‍યાન દીધું છેલ્લા સમય માં દર પંદર દિવસે પોરબંદર કે રાજકોટ હોસ્‍પિટલ માં જઈને લોહી બદલાવી સાવન માટે ઘણું કર્યું હતું હોસ્‍પિટલ ને બ્‍લડની જરૂરિયાત ઉભી થાય ત્‍યારે પાનેલીમાં અવાર નવાર બ્‍લડ કેમ્‍પ નું આયોજન કરી હોસ્‍પિટલ ને બ્‍લડ પૂરું પાડેલ છે દીકરો સાવન પણ મમ્‍મી પપ્‍પા ની પોતાના પ્રત્‍યેની કાળજી ને ખુબ સમજતો હતો કયારેય કોઈપણ ના કરવાનું કાર્ય કરેલ નથી સાથેજ સમસ્‍ત ગ્રામજનો પ્રત્‍યે હળીમલી ને રહેવુ સોસીયલ મીડિયા દ્વારા સામાજિક પ્રસંગો કે ગ્રામજનો ને જરૂરિયાત મુજબની કે ખેડૂત લક્ષી જાણકારી પુરી પાડવી દરેકે સાથે પ્રેમ અને લાગણી ભર્યું વર્તન રાખવું આવો સરસ સ્‍વભાવથી પોતાની ટૂંકી જિંદગીમાં ઘણી સારી યાદો છોડી પરિવાર ને અલવિદા કરી ગયો છે. ભરતભાઈ ને સંતાનમાં એક દીકરો સાવન અને દીકરી મેઘા છે ત્‍યારે દીકરીએ પણ પોતાના ભાઈ પ્રત્‍યેની ફરજ અને પ્રેમ અદા કરતા ભાઈને કાંધ આપી સ્‍મશાને અગ્નિદાહ આપેલ આ તકે ઉપસ્‍થિત હરકોઈની આંખોમાં આસું વહયા હતા. સાવન પાબારી નું બેસણું આજે સોમવારે અત્રેની લોહાણા સમાજ વાડી ખાતે સાંજે ચાર થી પાંચ દરમિયાન રાખેલ છે.

(12:14 PM IST)