<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

કેશોદ-ચોરવાડના બે ચોરીના આરોપી ઝડપાયા : ઝડપાયેલ એક દેવીપૂજક શખ્‍સ સામે રાજકોટમાં ત્રણ ગુન્‍હા નોંધાયા છે

જુનાગઢ, તા. ૬ :  જુનાગઢ, તા. ૬ : ચોરવાડ પો.સ્‍ટે.  તથા કેશોદ પો.સ્‍ટે. ના બે રોચીના  ગુન્‍હાના કામે બનાવ સમયે અમુકસ્ત્રી તથા પુરૂષોની શંકાસ્‍પદ હાજરી હોવાનું જણાઈ આવેલ હોય. જેસ્ત્રી - પુરૂષો અંગે તપાસકરતા (૧) ચંદુ બાલુભાઈ ચુડાસમાં દેવીપુજક રહે. ઈવનગર  (૨) મુકેશ ઉર્ફે મુકો ભાદાભાઈ સોલંકી દેવિપુજક ૨હે, રાજકોટ તથા ઈવનગર (૩) રોઠીત નરેશભાઈ સોઢા દેવિપુજક રહે. જુનાગઢ મુબારકબાગ તથા  (૧) મનિષાબેન વા/ઓ મુકેશભાઈ ઉફે મુકો ભાદાભાઈ સોલંકી દેવિપુજક રહે. રાજકોટ તથા ઇવનગર (૨) શીતલબેન વા/ઓ રોહીત નરેશભાઈ સોઢા દેવિપુજક રહે. જુનાગઢ મુબારકબાગ વાળાઓ હોવાની  હકિકત મળેલ.

જેસ્ત્રીઓ તથા પુરૂષો અંગે ઈ-ગુજકોપ એપ્‍લીકેશમાં સર્ચ ક૨તા ઉપરોક્‍ત પુરૂષો પૈકી નં.(૧) તથા (૨) વિરુધ્‍ધ અગાઉ ચોરીના ગુન્‍હા દાખલ થયેલ હોય જેથી ઉપરોક્‍ત જેસ્ત્રીઓ તથા પુરૂષોની  મારફતે તપાસ કરતા તમામ ઇવનગર ગામે ધણશેર વિસ્‍તારમાં હોવાની  હકિકત મળેલ.

જે હકિકત વાળી જગ્‍યાએ તપાસ કરતા ઉપરોક્‍તસ્ત્રીઓ તથા પુરૂષો મળી આવતા તેઓને ઉપરોક્‍ત બંને ગુન્‍હાઓના  કામે અટક કરી તમામ મુદામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્‍જે કરવામા આવેલ છે. તેમજ આ કામે બન્ને ગુનાઓમાં સંડોવાયેલ મુખ્‍ય આરોપી ભભુતી બીકાઉ ચૌહાણ રહે. મહમદપુર (કુતુબ) જી.ગાજીપુર ઉત્તરપ્રદેશ વાળાનું કરવામાં આવેલ છે. નામ ખુલવા પામેલ છે જે આરોપીને તાત્‍કાલીક ઝડપી પાડવા માટે ઉત્તરપ્રદેશ ખાતે એલ.સી.બી.ની એક ટીમ કરવામાં આવેલ છે.

જેમાં  મુકેશ ઉર્ફે મુકો સ/ઓ ભાદાભાઈ દુલાભાઈ સોલંકી, દેવિપુજક ઉ.વ.૨૦ ધંધો. મજુરી રહે.મુળ ગામ નાગેશ્રી તા.રાજુલા (હાલ-રાજકોટ ઠેબર કોલોની ફાટક, સરકારી દવાખાના પાસે) સામે (૧) રાજકોટ શહેર ભક્‍તીનગર પો.સ્‍ટે. ગુ.૨.નં.૦૫૮૨/૨૦૨૩ ઈ.પી.કો.ક.૩૮૦ વિ. મુજબ. (૨) રાજકોટ શહેર ભક્‍તીનગર પો.સ્‍ટે. ગુ.ર.નં.૦૧૭૯/૨૦૨૩ ઈ.પી.કો.ક.૩૮૦ વિ. મુજબ. (૩) રાજકોટ શહેર ભક્‍તીનગર પો.સ્‍ટે. ગુ.ર.નં.૦૫૧૧/૨૦૨૪ ઈ.પી.કો.ક. ૩૨૪,૩૨૬ વિ. મુજબ ગુન્‍હા નોંધાયેલ છે.

કાઈમ બ્રાન્‍ચના પો.ઈન્‍સ.  જે.જે.પટેલ તથા પો.સ.ઈ.ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ. પુંજાભાઇ ભારાઇ, વિકમભાઈ ચાવડા, નિકુલભાઈ પટેલ પો.હેડ કોન્‍સ. વનરાજસિંઠ ચુડાસમા, ઈન્‍દ્રજીતસિંહ ઝાલા,આઝાદસિંહ ચીસોદીયા,જીતેષ મારૂ,દેવશીભાઈ નંદાણીયા, સાઠીલ સમા, તથા પો.કોન્‍સ. દિપકભાઈ બડવા, ચેતનસિંહ સોલકી, દિવ્‍યેશ ડાભી,દિપક ચૌઠાણ વિ. પો.સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ.

(1:46 PM IST)