<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ક્રેડીટબુલ્‍સ ઇન્‍વેસ્‍ટમેન્‍ટના ર૩ કરોડના કૌભાંડના નાસતા

ફરતા આરોપીને નેપાળ બોર્ડરે પકડી પાડતી જામનગર પોલીસ

જામનગર, તા., ૬:  સીટી-બી ડીવીઝન પો.સ્‍ટેના ગુનાના કામે આરોપી (૧) ધવલ દીનેશભાઈ સોલાણી (૨) યશ દીનેશભાઈ સોલાણી નાસતા ફરતા હતા જેઓની શોધ-ખોળ કરતા બન્ને આરોપીઓ વિદેશ નાસી ગયેલ હોવાની હકીકત જાણવા મળેલ હતી. સદરહુ તપાસ દરમ્‍યાન મુખ્‍ય આરોપીઓ પૈકી ૦૨ આરોપીઓ પકડાઇ ગયેલ અને હાલ તેઓ જેલ હવાલે હતા. આ સમય દરમ્‍યાન હાલના આરોપી યશ વિરૂધ્‍ધ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટમા નાસ્‍તો ફરતો હોય જે આરોપીઓની તપાસમા સર્વેલન્‍સ સ્‍ટાફના પ્રયત્‍નશીલ હતા  દરમ્‍યાન  હકીકત મળેલ તથા ટેકનિકલ એવીડેન્‍શ ઉપરથી હકીકત મળેલ કે આરોપી યશ દીનેશભાઈ સોલાણી પ્રથમ દુબઈ અને ત્‍યાથી થાઈલેન્‍ડ નાશી ગયેલ હતો અને થાઈલેન્‍ડ થી નેપાળ આવેલ છે અને નેપાળથી કોઈપણ રાજ્‍યના બોર્ડરથી ભારતમા પ્રવેશ કરવાનો પ્‍લાન કરી રહ્યો છે.

 જે હકીકત ઉપર વધુ હકીકત મેળવી માહીતી મળેલ કે નેપાળ રકસોલ બોર્ડરથી ભારતમાં પરત આવવાનો હોય જેથી મજકુર આરોપીને પકડવા સારુ એક ટીમ તૈયાર કરી રકસોલ બોર્ડર (બિહાર) ખાતે આરોપીની તપાસમાં મોકલવામા આવેલ હતી.

અત્રેથી તપાસમાં ગયેલ ટીમ નેપાળથી ભારતમાં પ્રવેશ કરવાના ચેક પોસ્‍ટ પર વોચમાં હતા તે દરમ્‍યાન આરોપી નેપાળથી ભારતમાં આવતા તુરતજ મજકુરને પકડી યસ સન/ઓફ દીનેશભાઈ વિકમસીભાઈ સોલાણી જૈન વાણીયા ઉ.વ.૨૫ રહે.પટેલ કોલોની, ૧૧/૨ વ્રજમંગલ એપાર્ટમેન્‍ટ રૂમ નં ૮૦૫ જામનગર વાળો હોવાનુ જણાવતા  હસ્‍તગત કરી ક્રેડીટ બુલ્‍સ કંપનીમાં એચ.આર.હેડ હોવાનુ જણાવેલ ગુનાની કબુલાત આપતા  ધરપકડ કરી જી.પી.આઈ.ડી. સ્‍પેશીયલ કોર્ટમા રજુ કરતા મજકુરના દીવસ ચાર (૪) ના પોલીસ રીમાંડ મંજુર થયેલ છે.

(1:51 PM IST)