News of Monday, 6th January 2025
જામનગર રિલાયન્સ રિફાઇનરીને વૈશ્વિક કક્ષાએ વધુ આગળ વધારવા અંબાણી પરિવારની યુવા પેઢીનો કોલ

જામનગર : જામનગરના મોટી ખાવડી સ્થિત એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર જામનગર રિલાયન્સ ટાઉનશિપ ખાતે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રિલાયન્સના મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણીએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું. જામનગરને સ્વર્ગ જણાવતા ઇશા અંબાણી પીરામલ પણ ભાવુક થયા હતા. જામનગરના રિલાયન્સ ખાતે યોજાયેલ ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી અને ૨૫ વર્ષની ઉજવણી પ્રસંગે અંબાણી પરિવાર અને રિલાયન્સ સાથે જોડાયેલા તમામ લોકોને કલાકારોએ મનોરંજન પૂરું પાડ્યું હતું. જામનગર ની રિફાઇનરી વૈશ્વિક કક્ષાએ આગળ વધારવા અંબાણી પરિવાર ની નવી પેઢી એ પણ કોલ આપ્યો હતો.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
