News of Monday, 6th January 2025
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે ૫૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં ૧૮ વર્ષીય યુવતી પડી: રેસ્ક્યુ માટે તંત્ર ઊંધે કાંધ : જુઓ વિડિઓ
ગાંધીનગરથી એનડીઆરએફ ની ટીમ પહોંચી, કલેક્ટર અમિત અરોરા, એસપી, ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે, ઓક્સિજન આપવા પ્રયાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : ભુજના કંઢેરાઈ ગામે ૫૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં ૧૮ વર્ષીય યુવતી પડતા તેને બચાવવા તંત્ર દોડતું થઈ ગયું છે. આજે સવારે ગામના વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. વાડીમાં રહી કામ કરતી શ્રમજીવી પરિવારની આ યુવતી બોરમાં પડી ગઈ હોવાનું એના પિતાએ વાડી માલિકને જણાવ્યા બાદ આ વિશે પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરાઈ હતી. એ સાથે જ આ યુવતીને બચાવવા માટે સૌ દોડતા થયા હતા. ગામ લોકો સાથે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ભુજ પાલિકાનું ફાયરફાઇટર બચાવવા માટે સહિતનું તંત્ર કામે લાગ્યુ છે. ભુજ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું છે. એ દરમ્યાન ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ પહોંચી આવી છે. કલેકટર અમિત અરોરા, એસપી સહિતનો પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. યુવતીને શોધવા કેમેરા અને ઓક્સિજન સપ્લાય માટે નીચે સુધી નળી મૂકવા સહિત બચાવવા માટેના પ્રયાસો ચાલુ છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
