તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 6th January 2025
સાર્થક વિદ્યામંદિર મોરબીનો કલા મહાકુંભ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ 8 સ્પર્ધામાં વિજય ડંકો
સાર્થક વિદ્યામંદિરની 8 કૃતિઓ પ્રદેશ કક્ષાએ જશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સાર્થક વિદ્યામંદિર મોરબીનો કલા મહાકુંભ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ 8 સ્પર્ધામાં વિજય ડંકો વગાડ્યો છે, સાર્થક વિદ્યામંદિરની 8 કૃતિઓ પ્રદેશ કક્ષાએ જશે.
નીચેની સાત કૃતિઓ જિલ્લા કક્ષાએ પ્રથમ અને એક કૃતિ દ્વિતીય ક્રમે વિજેતા બની પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં આગળ જશે
ગરબા સ્પર્ધામાં 15થી 20વર્ષમા
લોકનૃત્ય સ્પર્ધા 15 થી 20 વર્ષ
સ્કૂલ બેન્ડ સ્પર્ધા 6થી14 વર્ષ
રાસ સ્પર્ધા 6થી14 વર્ષ
સમૂહગીત સ્પર્ધા 15થી 20 વર્ષ દુહા-છંદ- ચોપાઈ સ્પર્ધા 6થી14 વર્ષ
સુગમસંગીત સ્પર્ધા 6થી14 વર્ષ
આ તમામ સાતમાં પ્રથમ તેમજ
લોકનૃત્ય સ્પર્ધા 6થી14 વર્ષમાં દ્વિતીય ક્રમે રહી વિજયનો ડંકો વગાડ્યો હતો.
આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ પોતાના કલાના કામણ પાથરશે
સર્વે વિજેતા સ્પર્ધક તેમજ માર્ગદર્શક ગુરૂજનોને સંસ્થા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
