News of Monday, 6th January 2025
વિસાવદર અંધ વિદ્યાર્થી ભુવન આયોજિત ભાગવત સપ્તાહમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શાંતિભાઈ ગણાત્રા તથા ભાગવત કથાકારનુ સન્માન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર અંધ વિદ્યાર્થી ભુવન આયોજિત ભાગવત સપ્તાહમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દરરોજ વ્યાસપીઠ ઉપરથી ભાગવત સપ્તાહનો મહિમા સાંભળવા લોકોની ભીડ જામતી જાય છે. વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને સાઈનાથ ક્રિડિટ સોસાયટીના પ્રમુખ તથા પ્રેસકલબના પૂર્વ પ્રમુખ ગિજુભાઈ વિકમાં તથા જાણીતા એડવોકેટ નયનભાઈ જોશી તથા ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શાંતિલાલ ગણાત્રા તથા ભાગવત કથાકારનુ હારતોરા તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
