<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

સંતોની ભૂમિ પર સ્‍વૈચ્‍છિક નિવૃત થયેલા જૂનાગઢ એસપી હર્ષદ મહેતાને જાજરમાન વિદાયમાન

શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર નિષ્‍ઠાવાન આઈપીએસ હર્ષદ મહેતાના વિદાયમાન પ્રસંગે રાત્રે ભવ્‍ય ડાયરો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૭:   સંતોની ભૂમિ પર સ્‍વૈચ્‍છિક નિવળત થયેલા જૂનાગઢ એસપી હર્ષદ મહેતાનો આજે સાંજે ૪ કલાકે જાજરમાન વિદાયમાન સમારોહ યોજવામાં આવ્‍યો છે.

શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર નિષ્ઠાવાન આઈપીએસ હર્ષદ મહેતાના વિદાયમાન પ્રસંગે રાત્રે આઠ કલાકે જાણીતા લોકસાહિત્‍યકાર રાજભા ગઢવીનો ભવ્‍ય ડાયરો ધ ફર્ન લિયો રિસોર્ટ ખાતે આયોજિત કરવામાં આવ્‍યો છે.

જુનાગઢ શહેરને જિલ્લાની પ્રજાનો અભૂતપૂર્વ  પ્રેમ મેળવી રાજીનામું આપી પોલીસ તંત્રની ઉચ્‍ચ કેડર આઇપીએસ તરીકે આજે હર્ષદ મહેતા વિદાય થઈ રહ્યા છે ત્‍યારે જુનાગઢ પોલીસ અને પ્રજાના ઉપક્રમે આજે સાંજે ૪ કલાકે ભવ્‍ય રોડ શો દ્વારા એસ.પી હર્ષદ મહેતાને વિજયમાન આપવામાં આવશે.

મહાનગર જૂનાગઢની વિવિધ સામાજિક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ ઉપરાંત શહેર જિલ્લાની જનતા ભવ્‍ય રોડ શોની સાક્ષી બનશે. રાયજી બાગ મોતીબાગ કાદરીયા સ્‍કૂલ નાણાપીઠ સોસાયટી થઈ રોડ શો બહાઉદીન કોલેજના પટાંગણ ખાતે પહોંચશે જ્‍યાં સાંજે ૫.૦૦ વાગ્‍યે એસપી હર્ષદ મહેતાને ભવ્‍ય વિદાયમાં વખતે તેઓ આભારની લાગણી રજૂ કરશે.

જુનાગઢ જિલ્લા પોલીસવાળા હર્ષદ મહેતાએ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્‍યારબાદ જીપીએસસી પરીક્ષા પાસ કરી ડીવાયએસપી થયા હતા. તા. ૧ ઓગસ્‍ટ ૨૦૨૩થી જુનાગઢ એસપી તરીકે ફરજ બજાવી રહેલા હર્ષદ મહેતાએ થોડા મહિના પહેલાં પોતાના અંગત કારણસર સ્‍વૈચ્‍છિક નિવળત્તિ માટે રાજીનામું આપ્‍યું હતું. જેનો ગઈકાલે સરકારે સ્‍વીકાર કર્યો હતો. આજે ઓફિસ કલાકો બાદ તેઓ નિવળત્ત થશે.

૨૦૧૭ની ગુજરાત કેડરના આઇપીએસ હર્ષદ મહેતાએ અગાઉ ૫૦ વર્ષે નિવળત્તથી લેવાનો નિર્ણય કર્યો હતો. તે મુજબ હાલ તેઓના ૫૦ વર્ષ થયા છે જેના ભાગરૂપે તેઓએ સ્‍વૈચ્‍છિક નિવળત્તિ લીધી છે.

આઇપીએસ ઓફિસરે નોકરી છોડી દીધી હોય તેવી ગુજરાત આઈપીએસ જગતની પ્રથમ ઘટના છે. અમરેલી જિલ્લાના ચલાલા તાલુકાના વતની હર્ષદ મહેતાએ જુનાગઢ શહેર અને જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિને વધુ સંગીન બનાવવા અને લોકોને સુરક્ષા માટે પ્રશંશની ફરજ બજાવી હતી.

જિલ્લા પોલીસના આરોગ્‍ય કેમ્‍પ, સ્‍પોર્ટ્‍સ અને ગીરમાં ૧૦૦ પોલીસને લઈ જઈને ડિટોક્ષ કાર્યક્રમ અને ડ્રગ સામેની તેમની ઝુંબેશ અત્‍યંત નોંધપાત્ર રહી હતી

પ્રકળતિને માણવા અને અધ્‍યાત્‍મ માર્ગે જવા હર્ષદ મહેતાએ સ્‍વૈચ્‍છિક નિવળત્તિ લીધી હોવાનું જણાવ્‍યું હતું.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:48 PM IST)