<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ આજથી બે દિવસ કચ્છમાં: દિનદયાલ પોર્ટ કંડલામાં ગ્રીન એનર્જી સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ

સાંસદ વિનોદ ચાવડા, પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંઘ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ :  કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજથી બે દિવસના કચ્છના પ્રવાસે છે. દિનદયાલ પોર્ટ ઓથોરીટી કંડલાના પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે આજે બપોરે ૩/૩૦ વાગ્યે ગાંધીધામ મધ્યે કેન્દ્રીય શિપિંગ મંત્રી શ્રી સર્બાનંદજી સોનોવાલ દ્વારા હાર્બર મોબાઈલ ક્રેન, સ્પીડ બોટ, વેસ્ટ રિ સાઈકલ પ્લાન્ટ, કેન્દ્રીય વિદ્યાલયની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરાશે. ગ્રીન હાઇડ્રોજન હરિત ઊર્જા માટે ગ્રીન મેરીટાઇમ ફ્યુઅલ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાશે. આવતી કાલે કંડલા પોર્ટ ની મુલાકાત લેશે. કાર્યક્રમમાં પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંઘ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહેશે.

(9:58 AM IST)