News of Tuesday, 7th January 2025
કાલથી મહુવા તીર્થધામ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
ધામેધામથી દશર્નીય સંતો પધારશે ૧૬મીએ પુર્ણાહુતી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૭: ગઢડાશ્રી ગોપીનાથજી મહારાજ તાબાનુંશ્રી સરદાર ધામ સંચાલિત તીર્થધામશ્રી સ્વામી નારાયણ મુખ્ય મંદિર ખાતે સરધાર ધામના પુ. નિત્ય સ્વરૂપદાસજીની પ્રેરણાથી નેશનલ હાઇવે મહુવા રાજુલા બાયપાસ રોડ ખાતે તા. ૮ થી ૧૬ જાન્યુ. મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમા કાલથી પ્રારંભ થનાર છે.
આ મહોત્સવમાં મહંત સ્વામીજી ચૈતન્ય દાસજી તથા દેવનંદનસ્વામી તેમજ કૃષ્ણ પ્રિયદાસજી પીપીસ્વામી નરેન્દ્રપ્રસાદ દાસજી કોઠારી સ્વામી મુકત સ્વરૂપદાસજી લોએજ સહિત ધામે ધામના દર્શનીય એતોની ઉપસ્થિતિ માં આ મહોત્સવ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશિર્વાદથી આ મહોત્સવનું આયોજન કરેલ છે. જેમાં સોૈહરિભકતો ધર્મ પ્રેમી જનતાને મહંત સાધુ મહાપુરૂષદાસજી તથા કોઠારી સાધુ ભજન પ્રકાશ દાસજી એ નિમંત્રણ પાઠવ્યું છે.
તેમજ સ્વામિનારાયણમંદિર સમસ્ત સંત્સગ સમાજ લોએજ વતી કોઠારી મુકત સ્વરૂપ દાસજીએ પણ ભકતજનોને પધારવા જણાવ્યું છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
